ભારતીયોને ન્યૂઝીલેન્ડ લઈ જતી બોટ મધદરિયે ગુમ, યાત્રીઓ મધદરિયે ફસાયાની શંકા

નવી દિલ્હીઃ ભારતીયોને લઈને જઈ રહેલી એક બોટ ગુમ થઈ ગઈ છે. આ બોટમાં 100 થી 200 લોકો સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર શક્યતા છે કે આ બોટ ન્યૂઝીલેન્ડ તરફ જઈ રહી હશે. પોલીસે કરેલી તપાસમાં આ યાત્રીઓની 70થી વધુ બેગ મળી છે. આ ભારતીય લોકોમાં મોટાભાગના નવી દિલ્હી અને તમિલનાડુના છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભારતીયો ફિશિંગ બોટમાં સવાર હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર તમામ લોકો શરણાર્થી હતા. આ બોટ 12 જાન્યુઆરીના રોજ કેરળના મુનામબામ હાર્બરથી રવાના થઈ હતી. આ મામલામાં બે અધિકારી પણ શામીલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે નવી દિલ્હીથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

દેશની રાજધાની દિલ્હીથી ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ પ્રભુ ધાંડાપાની છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાક્રમમાં સામેલ બંને અધિકારીઓએ જણાવ્યું કે બોટ ન્યૂઝીલેન્ડ જવા માટે રવાના થઈ હતી. બોટમાં 100થી 200 લોકો સવાર હતા. જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારી વીજી રવિન્દ્રએ જણાવ્યું કે બોટમાં સવાર લોકોની 70થી વધુ બેગ મળી આવી છે. તેમાંથી 20થી વધુ લોકોના ઓળખપત્ર પણ પોલીસને મળ્યા છે.

પોલીસે જણાવ્યા અનુસાર આ બેગમાં કપડા અને ડ્રાઈ ફ્રૂટ જેવો સામાન મળ્યો છે. એટલે કે લાંકો લાંબી યાત્રાની તૈયારીના ઉદ્દેશ્યથી ગયા હતા. પોલીસ અધિકારી એમજે સોજને કહ્યું કે મળેલા સામાનથી લાગે છે કે લાંબી દરિયાઈ યાત્રાના ઉદ્દેશ્યથી લોકોએ પોતાની બેગ કરી હતી. વિગતો અનુસાર ગુમ થેયલા લોકો મધદરિયામાં જ ક્યાંક ફસાઈ ગયા છે. પોલીસનું કહેવું છે કે ભારતીય એજન્સીઓની આ લોકોની શોધમાં લાગેલી છે. તેમાં કોસ્ટ ગાર્ડની ટીમો પણ સામેલ છે.

ન્યૂઝીલેન્ડ જવા માટે શરણાર્થીઓને 7000 માઇલ દરિયાઈ યાત્રા કરવી પડે છે. આ યાત્રાને દુનિયાની સૌથી મુશ્કેલ દરિયાઈ યાત્રાઓમાં એક માનવામાં આવે છે. આ દરમિયાન સુમદ્રમાં સાઇક્લોન, તોફાન અને વરસવાદમાં ફસાવા અને હવામાન ખરાબ હોવાનો ડર રહે છે. સૌથી મુશ્કેલ પડકાર ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયાની વચ્ચેના રસ્તામાં આવે છે.