મેક્સિકોની વેનેસા પોન્સ ડી લિઓન બની ‘મિસ વર્લ્ડ 2018’

સાન્યા (ચીન) – મેક્સિકોની સુંદરી વેનેસા પોન્સ ડી લિઓન આજે અહીં ‘મિસ વર્લ્ડ 2018’ તરીકે જાહેર કરવામાં આવી છે.

ગયા વર્ષની વિજેતા માનુષી છિલ્લરે વેનેસાને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો. આ વખતની મિસ વર્લ્ડ સ્પર્ધા 68મી આવૃત્તિ હતી.

મિસ મેક્સિકો વેનેસા સુંદર ઓફ્ફ-શોલ્ડર આઈવરી રંગનાં ગાઉનમાં સજ્જ થઈ હતી.

મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધાની ફોર્મેટમાં આ વર્ષથી ફેરફાર કરવામાં આવ્યો છે. આયોજકોએ વિશ્વના પાંચ જુદા જુદા ખંડનું પ્રતિનિધિત્વ કરતી એક-એક, એમ ટોપ-5 સ્પર્ધક સુંદરીઓને પસંદ કરી હતી.

મિસ નાઈજિરીયા, જે ટોપ-30માં એન્ટ્રી મેળવવામાં સફળ થઈ હતી એ આગળ વધી શકી નહોતી, અને મિસ યુગાન્ડાએ ‘મિસ વર્લ્ડ આફ્રિકા 2018’ તાજ જીત્યો હતો.

ટોપ-ફાઈવની અન્ય 4 સુંદરીઓ છેઃ મિસ બેલારુસ (મિસ વર્લ્ડ યુરોપ 2018), મિસ જમૈકા (મિસ વર્લ્ડ કેરેબિયન 2018), મિસ થાઈલેન્ડ (મિસ વર્લ્ડ એશિયા એન્ડ ઓસીઆનીયા 2018) અને મિસ મેક્સિકો (મિસ વર્લ્ડ અમેરિકા 2018).

‘મિસ વર્લ્ડ’ બનેલી ‘મિસ મેક્સિકો’ વેનેસા વોટર સ્કૂબા ડાઈવર છે, એને વોલીબોલ રમતનો, પેઈન્ટિંગનો શોખ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]