રશિયાએ જપ્ત કર્યા યુક્રેનના ત્રણ જહાજ, તણાવ વધતા અમેરિકાએ ઉચ્ચારી ચેતવણી

મોસ્કો- રશિયાએ યુક્રેનના ત્રણ નેવી જહાજ પર હુમલો કરી તેને પોતાના કબજામાં લઇ લીધા છે. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઇ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ સંદર્ભમાં ઇમરજન્સી બેઠક બોલાવી છે. નાટોએ પણ આ બાબતમાં યુક્રેનને સમર્થન આપ્યું છે.ક્રિમિયામાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઇ છે. રશિયાએ દાવો કર્યો છે કે, યુક્રેનની નેવી શીપ ગેરકાયદે તેની જળ સીમામાં પ્રવેશી રહ્યી હતો. જો કે યુક્રેને જણાવ્યું છે કે, તેણે આ અંગે અગાઉથી જ રશિયાને જણાવ્યું હતું.જો કે હવે બંને દેશો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનમાં ડિફેન્સ કાઉન્સિલની બેઠકો સતત ચાલી રહી છે. યુક્રેનમાં માર્શલ લો અમલમાં મૂકવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.બીજી તરફ રશિયાએ યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર તહેનાત કરી દીધા છે. રશિયાએ જણાવ્યું છે કે, યુક્રેનના જહાજે નિયમનો ભંગ કર્યો હોવાથી અમે આ કાર્યવાહી કરી છે અને આ જળ વિસ્તારને બંધ કરી દીધો છે.

બીજી તરફ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું કે, આ જે કંઈ પણ થઈ રહ્યું છે તેને અમેરિકા પસંદ નથી કરી રહ્યું. અમે આશા કરીએ છીએ કે, આ બધું જલદી જ ઠીક થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે, ‘મને લાગે છે કે, યુરોપને પણ આ સારું નથી લાગી રહ્યું અને તે પણ આ અંગે કામ કરી રહ્યાં છે. અમેરિકા યુરોપ સાથે મળીને કામ કરશે. આ ટકરાવ રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં હાલનો ખતરનાક ઘટનાક્રમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]