UN ના મહાસચિવ ગુટેરેસ પણ કહે છે, ગાંધીજીએ ઈતિહાસ બદલ્યો

ન્યૂયોર્ક: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી પર સમગ્ર વિશ્વ એને યાદ કરી રહ્યું છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ એ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીએ અહિંસક આંદોલનથી ઈતિહાસ બદલી નાંખ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં અમે તેમના આદર્શોને આગળ વધારી રહ્યાં છીએ. મહત્વનું છે કે, વૈશ્વિક સમુદાય દ્વારા ગાંધી જ્યંતીને આંતરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવણી કરે છે.

ગુટરેસે આ દરમ્યાન કહ્યું કે, 2 ઓક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા, મહાત્મા ગાંધી (મોહનદાસ કરમચંદ ગાંધી) એ અહિંસક આંદોલન કરીને બ્રિટિશ શાસન વિરુદ્ધ સ્વતંત્રતા સંઘર્ષમાં ધૈર્યની સાથે આગળ વધ્યા. જેના પરિણામ સ્વરૂપે ભારતને 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી. બાપુને સ્વરાજ અને અહિંસા માં તેમના અતુટ વિશ્વાસે જ તેમને વિશ્વભરમાં પ્રશંસા અપાવી.

ગુટરેસ એ અમે કહ્યું કે, જાન્યુઆરી 1948માં હત્યા પહેલા અને વિભાજન પછી મહાત્મા ગાંધીએ સતત અમે જે કરીએ છીએ અને જે અમે કરવામાં સક્ષમ છે, તેમની વચ્ચે પાતળી ભેદરેખાને ઉજાગર કરી અને તેને જોડવા માટે પ્રયત્નો કર્યા. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એ કહ્યું કે, હું આ આંતરાષ્ટ્રીય દિવસ પર દરેકને આ વિભાજનને જોડવા માટે પોતાની શક્તિ અનુસાર પ્રયત્નો કરવાનો આગ્રહ કરું છું, આપણે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ.