શા માટે છેલ્લાં 47 વર્ષથી કોઈ વ્યક્તિ ચંદ્ર પર જઈ શક્યું નથી?

નવી દિલ્હી- થોડા સમય અગાઉ જ ચીને ચંદ્ર પર કપાસના છોડ ઉગાડવાનો દાવો કર્યો હતો. જો કે, 16 જાન્યુઆરી 2019ના રોજ કરાયેલા આ દાવાના ત્રીજા દિવસે જ આ કપાસના છોડ નષ્ટ થવાની જાણકારી સમગ્ર દુનિયાને આપવામાં આવી હતી. આ પહેલાં ભારતના ચંદ્રયાન 1ના આંકડાઓ પરથી જાણકારી મળી છે કે, ચંદ્ર પર પાણી છે. ભારતે 14 નવેમ્બર 2008ના રોજ ચંદ્ર પર તિરંગો લહેરાવીને ઈતિહાસ રચી દીધો હતો. છેલ્લાં કેટલાક વર્ષોમાં ચંદ્ર પર માનવ વસવાટની તૈયારીને લઈને ઘણી ચર્ચા છે.

દુનિયામાં સૌથી પહેલાં ચંદ્ર પર ગયેલાં વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ હતાં. તેમણે 21 જુલાઈ, 1969ના રોજ ચંદ્રની સપાટી પર પગ રાખીને ઇતિહાસના પન્ના પર પોતાનું નામ નોંધાવ્યું હતું. ત્યાર બાદ અમેરિકાએ પાંચ અન્ય મિશન પણ ચંદ્ર પર ચલાવ્યાં હતાં. વર્ષ 1972માં યૂજીન સેરનન ચંદ્ર પર પહોંચનાર છેલ્લાં અંતરિક્ષ યાત્રી હતાં.  પરંતુ આ વાતને હવે લગભગ 47 વર્ષ થઇ ગયાં છે. તે પછી આટલાં વર્ષોથી ચંદ્ર પર કોઇપણ વ્યક્તિ જઇ શક્યું નથી. આ વાત આજે પણ એક રહસ્ય બની છે.

અમેરિકાએ વર્ષ 2017માં જ એવું એલાન કર્યું હતું કે, તેઓ ફરીથી ચંદ્ર પર વ્યક્તિને મોકલશે. ડોનાલ્ડ ટ્રમ્પની સેનેટે વગર કોઈ સલાહે આ મિશનના આદેશ પર હસ્તાક્ષર પણ કરી દીધા હતાં.  વર્ષ 2004માં પણ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશે ચંદ્ર પર વ્યક્તિને મોકલવાનો પ્રસ્તાવ જાહેર કર્યો હતો. તેની માટે 7,218 કરોડનું બજેટ પણ ફાળવ્યું હતું. પરંતુ તે પ્રોજેક્ટ શરૂ કરી શકાયો નહીં.

જાણકારોનું કહેવું છે કે, ચંદ્ર પર કોઇ વ્યક્તિને મોકલવાનો ખર્ચ ખૂબ જ વધારે થાય છે. જ્યારે ખર્ચની સરખામણીએ વૈજ્ઞાનિક ખૂબ જ ઓછો ફાયદો થાય છે. ‘ આ જ કારણ છે કે, કોઇપણ દેશ ચંદ્ર પર વ્યક્તિને મોકલવાની વાતને ઈગ્નોર કરી રહ્યાં છે. જો કે, આ પ્રકારના મિશનોથી રાજકીય ફાયદો વધુ થાય છે.

રિપોર્ટ્સ પ્રમાણે, દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી નાસા વર્ષોથી બીજા મુખ્ય પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં લાગેલી છે. આ વર્ષોમાં નાસાએ અનેક નવા ઉપગ્રહ, બૃહસ્પતિ (ગુરુ) ગ્રહ પર શોધ, અન્ય આકાશગંગાઓ અને ગ્રહો પર શોધ કરી છે. આ જ કારણ છે કે, વ્યક્તિને ચંદ્ર પર મોકલવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જોકે, નાસા હંમેશાં ચંદ્ર પર વ્યક્તિને મોકલવાની વાત કરતું રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અવાર નવાર ચંદ્ર પર માનવ વસવાટને લઈને ચર્ચા કરવામાં આવી છે. આ પ્રકારની યોજનાનો આધાર સસ્તી ટેકનોલોજી અને સસ્તા અંતરિક્ષ યાન પર રહેલો  છે. ચીને 2018 સુધી અને રશિયાએ 2031 સુધી ચંદ્ર પર માણસને મોકલવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આપણાં બ્રહ્માંડમાં આઠ ગ્રહ અને 166 ઉપગ્રહ છે જેમાં ચંદ્ર પણ એક ઉપગ્રહ છે. વૈજ્ઞાનિકોની હંમેશાં કોશિશ કરી છે છે કે, મંગળની સાથે-સાથે ચંદ્રના પણ રહસ્યોને જાણી શકાય. પરંતુ તમામ કોશિશ કર્યા બાદ પણ ગ્રહ અને ઉપગ્રહના રહસ્યોને જાણી શકાયા નથી. પરંતુ વૈજ્ઞાનિક મંગળ અને ચંદ્ર પર જવાની કોશિશ કરતાં રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]