ભારતની બહાર આ દેશમાં છે ગાંધીજીની સૌથી વધુ પ્રતિમાઓ

નવી દિલ્હી: વિશ્વભરના દેશોમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, અમેરિકા એક માત્ર એવો દેશ છે જ્યાં ભલે મહાત્મા ગાંધી કયારેય ન ગયા હોય પણ તેમના સ્મારક અને પ્રતિમાઓ અહીં મોટી સંખ્યામાં છે. બાપુના અનુયાયીઓમાં અહીંના દિગ્ગજ નેતાઓ સામેલ છે. જોકે, આ પ્રતિમાઓ અને સ્મારકોની સંખ્યાને લઈને કોઈ અધિકારીક આંકડો નથી પણ સમાચાર એજન્સી પીટીઆઈ એ ઉપલબ્ઘ સ્ત્રોતના હવાલેથી માહિતી એક્ત્ર કરી છે. આ જાણકારી પરથી અમેરિકામાં મહાત્મા ગાંધીની ડર્ઝનથી વધુ પ્રતિમાઓ હોવાના સંકેત મળે છે. અહીં ડર્ઝનથી વધુ સોસાયટી અને સંગઠન ગાંધી સાથે જોડાયેલા છે.

વિખ્યાત ભારતીય અમેરિકન સુભાષ રાજદાને પીટીઆઈ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, ભારતની બહાર અમેરિકામાં સૌથી વધુ મહાત્મા ગાંધીના સ્મારકો અને પ્રતિમાઓ છે. ‘મહાત્મા ગાંધી સંબંધિત પ્રથમ સ્મારક કેન્દ્ર વોશિગ્ટન ડીસીના મેરીલેન્ડના બેથિસ્ડામાં સ્થિત ગાંધી મેમોરિયલ સેન્ટર (ગાંધી સ્મૃતિ કેન્દ્ર) માં બનાવવામાં આવ્યું હતું. જે આજે પણ કાર્યરત છે અને ગાંધીના વિચારો અને શિક્ષાના પ્રચાર પ્રસાર માટે કામ કરે છે.

2 ઓક્ટોબર,1986માં ન્યૂયોર્ક સિટીના લોકપ્રિય યૂનિયન સ્કવાયર પાર્કમાં પ્રથમ વખત મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા લગાવવામાં આવી. એટલાન્ટાના ધ ગાંધી ફાઉન્ડેશન ઓફ યૂએસએના અધ્યક્ષ રાજદાન અમેરિકામાં મહાત્મા ગાંધીની અનેક પ્રતિમાઓને સ્થાપિત કરવાનું કામ કરે છે. તેમણે 2013માં પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. પ્રતિમાઓ ઉપરાંત અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો ગાંધીના અનુયાયી છે. જેમાં અશ્વેત અધિકારો માટે કામ કરતા માર્ટિન લૂથર જૂનિયર કિંગ સામેલ છે. તે ગાંધીની અહિંસા અને સત્યાગ્રહની શિક્ષાઓથી ઘણા પ્રભાવિત હતાં.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને કેટલાક અન્ય નેતા મહાત્મા ગાંધીના વિચારોને સ્વઘોષિત અનુયાયી રહ્યા છે. આજ કારણ છે કે, ભારતની બહાર સૌથી વધુ સંખ્યામાં અમેરિકમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ અને સ્મારકો આવેલા છે. વર્તમાન સમયમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તમામ મુખ્ય શહેરોમાં છે. જેમાં વોશિગ્ટન ડીસીનો પણ સમાવેશ થાય છે. અહીં ભારતીય દૂતાવાસની સામે જ મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમાનું અનાવરણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને 16 સપ્ટેમ્બર 2000 ના રોજ કર્યું હતું.

મહાત્મા ગાંધીની પ્રતિમા માર્ટિન લૂથર કિંગ મેમોરિયલ સિટી પાર્ક, ડેનવર કોલોરાડો પીસ ગાર્ડન, ફ્રેસ્નો સ્ટેટ યૂનિવર્સિટી, ફ્રેસ્નો કેલિફોર્નિયામાં છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની સાત ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું અનાવરણ ડેવી ફ્લોરિડામાં પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે 2012માં કર્યું હતું. તો 2017માં ઈલિનાયસમાં મહાત્મા ગાંધીની એક વિશાળ પ્રતિમા લાયન્સ ઈન્ટરનેશનલના મુખ્યાલય પર લગાવવામાં આવી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]