મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદને ઝટકો, નજરબંધી વધી

લાહોરઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદની મુશ્કેલીઓ સતત વધતી જાય છે. લાહોર હાઇકોર્ટે હાફીઝ અટકાયતના 30 દિવસ માટે લંબાવી દીધી છે. કોર્ટના નિર્ણય પર પંજાબ સરકારે અપીલ કરી છે. 24 ઓક્ટોબરના રોજ નજરબંધીની સમયમર્યાદા પૂર્ણ થવાની છે. પંજાબ સરકારે આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત હાફીઝની નજરબંધીને વધારવાની અરજી પાછી ખેંચી હતી. જમાત ઉદ દાવાના પ્રમુખ અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે.

હાફીઝ સઈદને ચુસ્ત સુરક્ષા વચ્ચે ત્રણ પ્રાંતીય ન્યાયિક સમીક્ષા બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પંજાબ ન્યાયિક સમીક્ષા બોર્ડના સભ્યોમાં ન્યાયમૂર્તિ યાવર અલી, ન્યાયમૂર્તિ અબ્દુલ સામી અને અન્ય ન્યાયમૂર્તિ આલિયા નીલમનો સમાવેશ થાય છે. બોર્ડના સભ્યો તેના ચાર સહયોગીઓની નજરબંધીની સજાને વધારવા માટે કાયદાના એક અધિકારીની દલીલો સાંભળી હતી. 24 ઓક્ટોબરના રોજ હાફીઝની નજરબંધી પૂરી થઈ રહી છે. કાયદા અનુસાર સરકાર કોઈપણ વ્યક્તિને અલગ અલગ આરોપોને લઈને ત્રણ મહિના સુધી કેદમાં રાખી શકે છે. સરકાર ન્યાયિક સમીક્ષા બોર્ડની મંજુરી બાદ તેની કેદમાં વધારો કરી શકે છે. સંપૂર્ણ મામલો સંવેદનશીલ હોવાના કારણે લાહોર હાઈકોર્ટની આજુબાજુ સુરક્ષાના ચુસ્ત બનાવી દેવામાં આવી છે.