કશ્મીરમાં આતંકીઓના સફાયાથી હાફિઝ ભડક્યો, પાક.ને કહ્યું યુદ્ધ કરો

ઈસ્લામાબાદ- જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામા ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેનાથી પાકિસ્તાનમાં રહેલા આતંકનો આકા હાફિઝ સઈદ ભડકી ગયો છે. હાફિઝ સઈદે તેના આતંકી સાગરિતોના મોતનો બદલો લેવા ધમકી ઉચ્ચારી છે. એટલું જ નહીં હાફિઝ સઈદે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવાની પણ સલાહ આપી દીધી છે.મહત્વનું છે કે, ગતરોજ ભારતીય સેનાએ કશ્મીરના શોપિયામાં દશકનું અત્યાર સુધીનું સૌથી મોટું એન્કાઉન્ટર કર્યું હતું. જેમાં 12 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આતંકીઓ સામેની સેનાની આટલી મોટી કાર્યવાહી બાદ દક્ષિણ કશ્મીરમાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે અને અલગતાવાદી નેતાઓએ ઘાટીમાં બંધનું એલાન આપ્યું છે. ઉપરાંત અલગતાવાદી નેતાઓએ સેનાના ઓપરેશનનો પણ વિરોધ કર્યો છે.

પાકિસ્તાનમાં રહેલો અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ચીફ હાફિઝ સઈદ ભારતીય સેનાના એક્શનથી ભડકી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત કશ્મીર ઘાટીમાં આતંકીઓનો સતત સફાયો કરી રહી છે. આ વર્ષે સેનાએ અત્યાર સુધીમાં 52 આતંકીઓને ઠાર કરવામાં સફળતતા મેળવી છે. બીજી તરફ ગતરોજ શોપિયામાં સેનાએ જે આતંકી ઠાર ર્યા તે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. જેના એન્કાઉન્ટર બાદ હાફિઝ સઈદે બદલો લેવા ભારતને યુદ્ધની ધમકી આપી ચુક્યો છે.