આ રીતે લોકોથી છુપાઈને પ્યોંગયાંગથી સિંગાપુર પહોંચ્યા કિમ જોંગ ઉન

સિંગાપુર- ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શિખર વાર્તા માટે રવિવારે સિંગાપુર પહોંચી ગયા છે. જોકે  દરમિયાન તેમની એક ઝલક મેળવવી પણ મુશ્કેલ બની હતી. ઉલ્લેખનીય છે કે,  આ મંત્રણા પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે. તેમ છતાં છેલ્લી ઘડી સુધી એ સ્પષ્ટ નહતું કે, કિમ જોંગ ક્યા વિમાનથી સિંગાપુર પહોંચશે. સિંહાપુરના લોકો કિમની એક ઝલક જોવા રસ્તા પર ઉભા રહ્યા તેમ છતાં કિમને જોવાનું તેમના માટે શક્ય બન્યું નહીં.પ્યોંગયાંગથી 3 વિમાન સિંગાપોર પહોંચ્યા હતા. તેમાંથી એક સોવિયેત નિર્મિત ઈલ્યૂશિન-62 પણ હતું. જે કિમ જોંગનું ખાનગી એરક્રાફ્ટ છે. ભલે આ વિમાન સિંગાપુર પહોંચ્યું તેમ છતાં અંત સુધી એ વાતને લઈને સસ્પેન્સ યથાવત રહ્યું કે, કિમ જોંગ ક્યા વિમાનમાં છે. અને આ શંકા સાચી પણ હતી, કારણકે કિમ જોંગ પોતાના ખાનગી એરક્રાફ્ટને બદલે એર ચાઈનાના બોઈંગ-747માં સિંગાપુર પહોંચ્યા હતા.

સિંગાપુર પહોંચીને કિમ જોંગે સૌપ્રથમ ત્યાંના વિદેશપ્રધાન વિવિયન બાલકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. ચાંગી એરપોર્ટ પરથી કિમ જોંગને કાર દ્વારા હોટલ સુધી લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે 20થી વધુ વાહનોનો કાફલો હતો. જેમાં એમ્બ્યુલન્સ પણ હતી. સિંગાપુરના લોકો રસ્તા પર ઉભા હતા જેથી કાળી ફિલ્મ લગાવેલી લીમોઝીન કારની તસવીરો ખેંચી શકાય. આપને જણાવી દઈએ કે, સિંગાપુરમાં વડાપ્રધાનની કારને પણ કાળી ફિલ્મ લગાવવાની મંજૂરી આપવામાં નથી આવતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]