જાપાનની કોર્ટે નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં બે વર્ષની સજા ફટકારી

ટોકિયોઃ ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસ્લી વાડિયાના પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 283 વર્ષના વાડિયા ગ્રુપના વારસદાર તેમ જ આઈપીએલની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના સહમાલિક વાડિયાની આ વર્ષની શરુઆતમાં ઉત્તર જાપાનના હોક્કાઈડો ટાપુના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

એરપોર્ટ પર સ્નિફર ડોગે અધિકારીઓને એલર્ટ કર્યા હતા, જે બાદમાં તપાસ કરતા નેસ વાડિયાને પેન્ટના ખિસ્સામાંથી 25 ગ્રામ ડ્રગ્સ મળ્યું હતું. 47 વર્ષિય નેસ વાડિયા, ગ્રુપના ચેરમેન નસ્લી વાડિયાના સૌથી મોટા પુત્ર છે. ફોર્બ્સ પ્રમાણે તેઓ આશરે સાત બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર બિઝનેસમેનમાં સામેલ છે. 1736માં ઇસ્ટ ઇન્ડિયા ગ્રુપ માટે શીપ બનાવનાર વાડિયા ગ્રુપના વારસ નેસ વાડિયા કંપનીના મોટા ભાગના યુનિટમાં ડિરેક્ટર પદે બિરાજમાન છે. હાલ આ ગ્રુપ બિસ્ટિક બનાવતી બ્રિટાનિયાથી બજેટ એરલાઇન ગોએર ચલાવે છે. આ ગ્રુપની કુલ માર્કેટ વેલ્યૂ 13.1 બિલિયન ડોલર છે.

કોર્ટના અધિકારીએ ફાયનાન્સિય ટાઇમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વાડિયાએ પોતાની પાસે ડ્રગ્સ હોવાનો સ્વીકર કર્યો છે. આ માટે તેણે દલીલ કરી હતી કે તે તેના વ્યક્તિગત ઉપયોગ માટે હતું. નોંધનીય છે કે જાપાનમાં નાર્કોટિક્સ કાયદો ખૂબ સખત છે. 2020માં ટોક્યો ખાતે જ્યારે રગ્બી વર્લ્ડ કપ યોજનાર છે ત્યારે અધિકારીઓ કડકાઈથી આ તેનું પાલન કરાવી રહ્યા છે.