જાપાનઃ ખતરનાક પ્રશિક્ષણમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનના કર્મચારી

ટોક્યોઃ જાપાનમાં બુલેટ ટ્રેનની સારસંભાળ રાખનારા કર્મચારીઓને એક ખાસ પ્રકારના પ્રશિક્ષણમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન તેમને સુરંગમાં 300 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ચાલતી બુલેટ ટ્રેનની લાઈનની બીલકુલ પાસે બેસવું પડે છે. રેલ કંપનીએ બુલેટ ટ્રેનની સુરક્ષા માટે અપનાવવામાં આવતી તે કવાયતનો જવાબ આપ્યો છે જે અંતર્ગત કર્મચારીઓને સુરંગની અંદર લાઈનની બિલકુલ બાજુમાં બેસવું પડે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારિઓને એ વ્યક્ત કરવાનો હોય છે કે ટ્રેન ખૂબ સ્પીડથી ભાગે છે અને તેમણે પણ પોતાનું કામ ગંભીરતાથી કરવાની જરુરત છે. કંપની જેઆર વેસ્ટે જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ પાસેથી ફરીયાદ મળી છે પરંતુ આમાં કોઈ બદલાવ નહી કરવામાં આવે. કંપનીના એક પ્રવક્તાએ જણાવ્યું કે બુલેટ ટ્રેનની સારસંભાળ માટે આશરે 190 જેટલા કર્મચારીઓને પ્રશિક્ષણ મળે છે.

તેમણે જણાવ્યું કે પ્રશિક્ષણ દરમિયાન રખરખાવ કર્મચારીઓને તેમની નોકરીના પ્રત્યેક મહત્વપૂર્ણ પહેલુઓ મામલે જણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે કર્મચારીઓને આપવામાં આવતા પ્રશિક્ષણ દરમિયાન અમે સુરક્ષા પર ખૂબ ધ્યાન આપીએ છે. જો કે કેટલાક કર્મચારીઓને આ મામલે ફરિયાદ પણ છે. કંપનીએ જણાવ્યું કે ખાસ ઉદ્દેશ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પ્રશિક્ષણ ચાલુ જ રહેશે.

ઓગષ્ટ 2015માં એક અકસ્માત બાદ જે આર વેસ્ટે આ પ્રશિક્ષણની શરુઆત કરી હતી. સુરક્ષા માટે ભલે આ પ્રશિક્ષણ જરુરી હોય પરંતુ કેટલાક કર્મચારીઓ માટે આ શોકિંગ એક્સપીરીઅન્સ હોય છે. તો એક કર્મચારીએ તો એમ પણ જણાવ્યું હતું કે આ અનુભવ મારા માટે ખતરનાક અનુભવ હતો.