જેમ્સ એલિસન, તાસુકુ હોન્જોએ સંયુક્ત રીતે મેડિસીનનું નોબેલ ઈનામ જીત્યું

વોશિંગ્ટન – અમેરિકાના વિજ્ઞાની જેમ્સ પી. એલિસન અને જાપાની સંશોધક તાસુકુ હોન્જોને 2018ના વર્ષ માટે ફિઝિયોલોજી કે મેડિસીન ક્ષેત્ર માટેનું નોબેલ ઈનામ આપવામાં આવ્યું છે.

નોબેલ સમિતિએ આજે આ નામોની જાહેરાત કરી હતી.

એલિસને એક એવા પ્રોટીનનો અભ્યાસ કર્યો હતો જે રોગપ્રતિકારક તંત્રમાં એક બ્રેક જેવું કામ કરે છે.

માનવશરીરમાં ગાંઠ પર પ્રહાર કરે એવા રોગપ્રતિકારક કોષોની શોધ કરીને એલિસને અમેરિકન ઈમ્યુનોલોજિસ્ટને ઘણી સહાયતા કરી છે.

જાપાની ઈમ્યુનોલોજિસ્ટ તાસુકુ હોન્જોએ પણ આવા જ પ્રકારનું એક પ્રોટિન શોધી કાઢ્યું છે જે પણ એક બ્રેક તરીકે કામ કરે છે, પરંતુ એની કામ કરવાની રીત અલગ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]