આઇફોન ડિઝાઇનરે એપલની નોકરી છોડીને નવી કંપની શરુ કરી

કૂપર્ટીનો: આજે તમે જે આઇફોન અને આઈમેકનો ઉપયોગ કરી રહ્યા છો, એપલના એ ચીફ ડિઝાઈન ઓફિસર સર જોની આઇવેએ એપલને ઔપચારિક રીતે અલવિદા કહી દીધી છે. હવેથી તમે એપલના લીડરશીપ પૃષ્ઠ પરના તેમના ફોટો સાથેની આત્મકથા જોશો નહીં.બ્રિટીશ મૂળના આઇવેએ 30 વર્ષ સુધી એપલ સાથે કામ કર્યું. તેમણે જૂનમાં એપલમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી હતી. સાથે સાથે એક સ્વતંત્ર ડિઝાઇન કંપની ‘લવ ફ્રોમ’ ની સ્થાપના કરી, જેના પ્રતિષ્ઠિત ગ્રાહકોમાં એપલ પણ શામેલ હશે.

એપલ સીઇઓ ટીમ કૂકે એકવાર કહ્યું હતું કે, “ઇવ ડિઝાઇન દુનિયાની સૌથી આદરણીય વ્યક્તિ છે. 1998થી તેણે એપલને જીવંત બનાવવામાં ખૂબ ફાળો આપ્યો છે. આઇફોન અને આઈમેક ક્ષેત્રે તેમનું યોગદાન અભૂતપૂર્વ રહ્યું છે.”

આઇવ એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સનો નિકટનો મિત્ર હતો, જેને તે આત્મીય સાથી માનતો હતો.