આજે International Day of Happiness: શરુઆત દિલચસ્પ હતી

0
745

નવી દિલ્હીઃ જીવનમાં હાસ્યનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે માણસ જ્યારે હસે છે ત્યારે તે તાકાતવાળો અને બળવાન બને છે. માણસ હસે છે ત્યારે તેની રક્ત સંચારની ગતિ વધતી જાય છે અને પાચન તંત્ર વધારે સારી રીતે કાર્ય કરે છે. આમ હાસ્ય એ જીવનની જડીબુટ્ટી છે.

International Day of Happiness દર વર્ષે 20 માર્ચના રોજ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો પૂર્ણ શ્રેય સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સલાહકાર રહેલા જેમી ઈલિયનને જાય છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય દ્રષ્ટીકોણમાં બદલાવ કરવાનો છે. દુનિયાને એ વાતને અહેસાસ અપાવવાનો છે કે માત્ર આર્થિક વિકાસ જ જરુરી નથી પરંતુ લોકોની ખુશાલી અને સુખને વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે.

ત્યારે આખરે શું છે આ International Day of Happiness? આ જાણવું પણ જરુરી છે. મહત્વનું છે કે આ ખુશ રહેવાનો દિવસ છે. જો કે ખુશ રહેવા માટે કોઈ એક દિવસ નથી હોતો, પરંતુ માણસના જીવનમાં અને સમાજમાં ખુશીઓ કેટલી જરુરી છે તે આ દિવસની યાદ અપાવે છે. વર્ષ 2013 થી સંયુક્ત રાષ્ટ્ર આ દિવસને પ્રતિવર્ષ મનાવે છે, જેથી દુનિયાભરમાં રહેતા લોકોને ખુશીના મહત્વને વ્યક્ત કરી શકાય. આ સીવાય આ દિવસ સમાવેશી, ન્યાયોચિત અને સંતુલિત આર્થિક વિકાસની જરુરતને બળ આપે છે. જેનાથી પ્રગતિ, ગરીબી ઉન્મૂલન અને તમામની ખુશહાલી અને સુખને સુનિશ્ચિત કરી શકાય.

દર વર્ષે International Day of Happiness ની એક વિશેષ થીમ હોય છે. આ વર્ષેની થીમ છે, “Happier Together” એટલે કે “એકસાથે ખુશ”. આ થીમનો ઉદ્દેશ્ય એ વસ્તુઓ પર ધ્યાન આપવાનો છે જે આપણામાં એક જેવી જ છે. દરેક વ્યક્તિ ખુશ રહેવા ઈચ્છે છે અને જ્યારે આપણે સાથે હોઈએ છીએ, ત્યારે જિંદગી વધારે ખુશહાલ હોય છે.

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 12 જુલાઈ 2012ના રોજ પોતાના પ્રસ્તાવ 66/281 અંતર્ગત પ્રતિવર્ષ 20 માર્ચના રોજ ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ મનાવવાની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવ સમાજ સેવી, કાર્યકર્તા અને સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સલાહકાર રહેલા જેમી ઈલિયનની અથાગ મહેનતનું પરિણામ હતું. તેમણે આ દિવસની અવધારણા અને રુપરેખા બનાવી. તેમનો ઉદ્દેશ્ય એક એવો પ્રસ્તાવ લાવવાનો હતો, જે ખુશી શોધને માનવીય અધિકારી અને બુનિયાદી લક્ષ્યમાં સમાવિષ્ટ કરી શકે.

જેમી ઈલિયને જ્યારે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસનો આઈડિયા આપ્યો, ત્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન મુખિયા બાન મુનનું ભરપૂર સમર્થન મળ્યું. તો આ સીવાય યૂએનના તમામ 193 દેશોએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. આ પ્રસ્તાવને ભૂટાને રજૂ કર્યો. આપને જણાવી દઈએ કે ભૂટાન એક એવો દેશ છે, જે 1970 થી જ રાષ્ટ્રીય આવકની તુલનામાં રાષ્ટ્રીય ખુશાલીને પ્રાથમિકતા આપતો આવ્યો છે.