ડોકલામમાં ચીન ફરી સક્રિય થયું, ભારતને ઘેરવા ડ્રેગનનો ‘ટ્રિપલ પ્લાન’

બિજીંગ- ડોકલામમાં ચીનની ભારત વિરોધી વધુ એક ચાલ સામે આવી છે. મળતી માહિતી મુજબ ચીનના સૈનિકો ફરી એકવાર ડોકલામમાં રસ્તાનું નિર્માણ કાર્ય કરી રહ્યાં છે. ગત વર્ષ ભારત ને ચીન વચ્ચે ડોકલામ મુદ્દે 70 દિવસ કરતાં પણ વધારે ગતિરોધ ચાલ્યો હતો એ જગ્યાથી 4 કિમી પૂર્વમાં ચીની સૈનિકો રસ્તાનું નિર્માણ કરી રહ્યાં છે.રસ્તાના નિર્ણાણ કાર્ય માટે ચીની સૈનિકો મોટા અને આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યાં છે. આ વિસ્તાર ચુમ્બી ઘાટીમાં આવેલો છે. જ્યાં ચીની સૈનિકો અને એન્જીનિયર્સ નવા રસ્તાનું નિર્માણ કરી રહ્યાં છે. રસ્તાની બાજુમાં પીપલ્સ લિબરેશન આર્મીએ (PLA) તેના સૈનિકોના આવાગમન માટે 3 નવા હેલીપેડ પણ તૈયાર કર્યાં છે.

મહત્વનું છે કે, ડોકલામમાં અત્યારે હવામાન સાફ હોવાને કારણે ચીની સૈનિકો અહીં રસ્તાના નિર્માણ કાર્યમાં લાગી ગયા છે. સૂત્રોનું માનીએ તો આ રસ્તો આશરે 10 મીટર જેટલો પહોળો બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ચીને આ વિવાદીત જગ્યાથી માત્ર 300 મીટરના અંતરે સૈનિકો પણ તહેનાત કર્યા છે.

ચીની સૈનિકોએ બનાવ્યા 400થી વધુ ટેન્ટ્સ

ચીનના સૈનિકોએ ગરમીની આ સિઝનમાં ભારત સાથે ટકરાવનો પુરો પ્લાન બનાવી લીધો છે. જેના માટે ચીને ડોકલામના ઉત્તર વિસ્તારમાં અનેક સ્થળો પર પોતાના સૈનિકો માટે 400થી વધુ ટેન્ટ્સ બનાવ્યા છે. ઉપરાંત 60થી વધુ ફેબ્રિકેટેડ શેલ્ટર બનાવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]