ઈન્ડોનેશિયામાં સુનામીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 281 પર પહોંચી

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલા સુનામીમાં મૃત્યુઆંક વધીને 281 પર પહોંચી ગયો છે અને 1 હજારથી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર હજી મૃત્યુઆંક વધે તેવી સંભાવનાઓ છે.

ઉલ્લેખનીય છે કે જ્વાળામુખી ફાટ્યા બાદ શનિવાર રાતના સમયે દક્ષિણી સુમાત્રા અને પશ્ચિમી જાવા પાસે સમુદ્રની ઉંચી લહેરો તટોને પાર કરીને આગળ વધી. આનાથી મોટી સંખ્યામાં મકાનો નષ્ટ થઈ ગયા. વડાપ્રધાન મોદીએ સુનામીમાં પોતાનો જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ આવેલા સુનામીથી જે લોકોના મૃત્યું થયા છે તેનાથી ખૂબ દુઃખી થયો છે. ઈન્ડોનેશિયાના હવામાન વિજ્ઞાન અને ભૂભૌતિકી એજન્સીના વૈજ્ઞાનીકોએ જણાવ્યું કે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ સમુદ્ર નીચે તીવ્ર હલચલ સુનામીનું કારણ હોઈ શકે છે.

ઈન્ડોનેશિયાની ભૂગર્ભીય એજન્સી અનુસાર અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીમાં છેલ્લા કેટલાક દિવસથી કેટલીક હરકતો થતી હોવાના સંકેત મળ્યા હતા. આ પહેલા સપ્ટેમ્બરમાં સુલાવેસી દ્વીપ પર પાલૂ શહેરમાં આવેલા ભૂકંપ અને સુનામીમાં હજારો લોકોના જીવ ગયા હતા. આંતરરાષ્ટ્રીય સુનામી સુચના કેન્દ્ર અનુસાર જ્વાળામુખી વિસ્ફોટથી સુનામી આવવાની આશંકાઓ ઓછી હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]