ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાએ અનોખી રીતે ઉજવી દિવાળી

લોસ એન્જેલીસ – અત્રેની ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા (IACS-NA)એ દિવાળી તહેવાર નિમિત્તે 26 ઓક્ટોબરના રોજ અત્રે એક વિશેષ ફેશન શોનું આયોજન કર્યું હતું.

IACS-NA સંસ્થાએ લોસ એન્જેલીસ ઈન્ડિયા ફેશન વીક અને મેસીઝ ડિપાર્ટમેન્ટ સ્ટોરે સેરિટોસ મોલ ખાતે સ્પેશિયલ ફેશન શોનું આયોજન કર્યું હતું જેમાં અમેરિકન તથા ભારતીય ક્લોધિંગ અને જ્વેલરી ડિઝાઈનરો દ્વારા નિર્મિત ભારતીય જ્વેલરી, ભારતીય વસ્ત્રો તેમજ એક્સેસરિઝનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ શોમાં, જુદી જુદી મોડેલ્સે ભારત અને અમેરિકન ફેશન ઉદ્યોગ દ્વારા નિર્મિત આધુનિક તથા પરંપરાગત ડિઝાઈન્સમાં સજ્જ થઈને એ કૃતિઓને પ્રદર્શિત કરી હતી.

ભારતીય ફેશનને પ્રદર્શિત કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો અસાધારણ સહયોગ આપવા બદલ મેસીઝ સ્ટોરનાં મેગન રાયનનું સમ્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના આયોજનમાં લોસ એન્જેલીસ ઈન્ડિયા ફેશન વીકનાં શ્રીમતી સ્મિતા વસંત, પ્રમુખ પરિમલ શાહ તથા IACS-NAના સેક્રેટરી યોગી પટેલે મેસીઝ ટીમના સભ્યોની સાથે મળીને આગળપડતો ભાગ ભજવ્યો હતો.

કાર્યક્રમને અંતે તમામ આયોજકો, મોડેલ્સ, કેટરર્સ, તથા કેક કોર્નરનાં પી.કે. નાયકનો આભાર માનવામાં આવ્યો હતો.

દિવાળીની ઉજવણીમાં ભારતીય સમુદાય સાથે અમેરિકાનો કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર પણ સહભાગી થયો હોય એવો અમેરિકામાં કદાચ આ પહેલો જ પ્રસંગ છે.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]