કેનેડાની કેબિનેટમાં પ્રથમવાર આ હિંદુ મહિલાનો સમાવેશ

ઓટાવાઃ કેનેડાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ હિંદૂ મહિલાને જગ્યા મળી હોય. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ જ્યારે ગુરુવારના રોજ પોતાના 37 સભ્યોના કેબીનેટની જાહેરાત કરી તો તેમાં ત્રણ શિખ સાંસદોના નામ પણ હતા. તેમણે સાત નવા ચહેરાઓનો સમાવેશ કર્યો છે. જેમાં કાયદાના પૂર્વ પ્રોફેસર અને સાંસદ ભારતવંશી અનિતા આનંદનો પણ સમાવેશ થાય છે.

ત્રણ અન્ય ભારતવંશી સાંસદોમાં નવદીપ બૈંસ (42), બરદીશ ચગ્ગર(39), અને હરજીત સજ્જન(49) નો સમાવેશ થાય છે. 47 વર્ષીય ટ્રૂડોએ બુધવારના રોજ ઓટાવાના રિડો હોલમાં શપથ ગ્રહણ કર્યા. અનિતા ઓકવિલે સીટનું પ્રતિનિત્વ કરી રહી છે. તેઓ 338 સભ્યો વાળા હાઉસ ઓફ કોમન્સ માટે પહેલીવાર ઓક્ટોબરમાં ચૂંટાઈને આવ્યા હતા.

તો સજ્જન કનાડાની સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ પર રહી ચૂક્યા છે અને નેશનલ ડિફેન્સ મિનિસ્ટરની જવાબદારી તેઓ હવે સંભાળશે, જ્યારે બૈંસને ઈનોવેશ, સાયન્સ અને ઈન્ડસ્ટ્રીની જવાબદારી આપવામાં આવી છે. પોતાના ગત કાર્યકાળમાં ગવર્મેન્ટ હાઉસ લીડર રહી ચૂકેલી ચગ્ગરને યુથ અફેર્સની જવાબદારી આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]