વિદેશમાં કમાઈને દેશમાં પૈસા મોકલાવનારા લોકોમાં ચીનીથી આગળ નીકળ્યાં ભારતીયો

નવી દિલ્હીઃ વિદેશમાં સ્થિત પોતાના દેશના લોકો પાસેથી ધન પ્રાપ્ત કરવામાં ભારત મોખરાના સ્થાન પર રહ્યું છે. વિશ્વ બેંકે કહ્યું છે કે 2017માં વિદેશમાં વસેલા ભારતીયોએ પોતાના ઘરપરિવારના લોકોને 69 અબજ ડોલર મોકલ્યા છે જે ગત વર્ષની તુલનામાં 9.9 ટકા વધારે છે. વિશ્વ બેંકના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017માં વિદેશમાં વસેલા ભારતીયોએ દેશમાં 69 અબજ ડોલર મોકલ્યા છે.

આ રકમ ગત વર્ષની તુલનામાં વધારે છે પરંતુ 2014માં પ્રાપ્ત 70.4 ડોલરથી ઓછી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે યૂરોપ, રશિયા અને અમેરિકામાં આર્થિક વિકાસ તેજ થવાથી રેમિટેંસમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ઘણા ગરીબ દેશોની અર્થવ્યવસ્થાઓ માટે રેમિટેંસ મોટો સહારો હોય છે.

વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર કાચા તેલના ઉંચા ભાવો તેમજ યૂરો અને રૂબલમાં આવેલી મજબૂતીથી રેમિટેંસ વધ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમીક્ષાધીન અવધિમાં જ્યાં ભારતને 69 અરબ ડોલરનું રેમિટેંસ મળ્યું ત્યાં જ 64 ડોલર સાથે ચીન બીજા સ્થાન પર રહ્યું છે. ફિલિપીંઝને 33 ડોલર, મેક્સિકોને 31 અરબ ડોલર, નાઈજીરીયાને 22 અરબ ડોલર અને મિસ્ત્રને 20 અરબ ડોલર રેમિટેંસથી મળ્યા છે.