ઈન્ડોનેશિયામાં ફસાયેલા છે 87 ભારતીય માછીમારો, મદદ માટે કર્યો પોકાર

નવી દિલ્હીઃ આશરે 4 મહિના પહેલા ઈન્ડોનેશિયામાં ડિટેઈન કરવામાં આવેલા પાંચ જહાંજો પર 87 જેટલા ભારતીય માછીમારો ફસાયેલા છે. તેમના દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવ્યા છે અને સાથે જ તેમને ભારત પાછા આવવાની મંજૂરી પણ નથી આપવામાં આવી રહી. ત્યારે આ જ કારણે માછિમારો ખરાબ સ્થિતીમાં રહેવા માટે મજબૂર બન્યા છે.

ફેબ્રુઆરીમાં અધિકાંશ બોટ્સ સિંગાપુર સ્ટ્રેટ અથવા સિંગાપર જળ સંપત્તિમાં લંગર નાખવા પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ડોનેશિયા સમુદ્રના વિસ્તારમાં પોતાની સીમા માને છે. શિપિંગ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું કે ઈન્ડોનેશિયા, સિંગાપુર અને મલેશિયા વચ્ચે સમુદ્ર સીમાને લઈને વિવાદ છે.

જાણકારોનું માનીએ તો ત્રણ દેશોના વિવાદમાં ઉલઝાવાના કારણે પકડવામાં આવેલા જહાંજોને મુક્ત કરાવવા તે મુશ્કીલ બની ગઈ છે. 19 ફેબ્રુઆરીના રોજ સ્ટાન્ડર્ડ ક્લબ નામની વિમા કંપનીએ આ ક્ષેત્રમાં જહાંજોને પકડી લેવામાં આવયાને લઈને એક એલર્ટ જાહેર કર્યું હતું. ક્લબે સિંગાપુર શિપિંગ એસોસિએશન દ્વારા જાહેર એક એડવાઈઝરીનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ ક્લબે એ તમામ મામલાઓ પર જોર મૂક્યું હતું કે જેમાં બાટમ દ્વીપ અને બિનટન પાસે લંગર નાંખેલા જહાંજોને ઈન્ડોનેશિયાના અધિકારીઓએ સ્મગલિંગ રોકવાની કવાયતનું નામ આપીને ધરપકડ કરી હતી.

જહાંજ એમટી બ્લિસ પર ફસાયેલા ભારતના નાગરિકોમાં કેરળના એક થર્ડ ઓફિસર છે. આમણે પોતાની મુક્તિ માટે પ્રાર્થના કરતા કહ્યું, કે મારા પિતાનું 9 અપ્રિલના રજ મૃત્યુ થયું છે. મારી પત્ની ગર્ભવતી છે, બાળકનો જન્મ જૂનના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે અને મારી માતાની પણ તબિયત સારી નથી.

બીજા એક નાવિકે જણાવ્યું કે તેઓ સિંગાપુરમાં એક જહાંજ પર સવાર થયેલા, જે ઈન્ડોનેશિયા, સિંગાપુર અને મલેશિયામાં વ્યાપાર કરતો હતો. 1 ફેબ્રુઆરીના રોજ જહાંજે આઉટર પોર્ટ લિમિટમાં લંગર નાંખ્યું હતું.  સુત્રોના જણાવ્યા અનુસાર એમવી વિન વિન પર 20 ભાતીય છે અને આને 17 ફેબ્રુઆરીના રોજ પકડવામાં આવ્યું હતુ. એમટી અફ્રા ઓકને 12 ફેબ્રુઆરીના રોજ પકડવામાં આવ્યું હતું, તેના પર 21 ભારતીય નાગરિક છે.