ભારત-પાકિસ્તાને સરહદ પર કરેલા યુદ્ધવિરામ કરારને અમેરિકાનો આવકાર

વોશિંગ્ટન – ભારત અને પાકિસ્તાનના લશ્કરે નિયંત્રણ રેખા પર 2003ની સાલમાં કરેલા યુદ્ધવિરામ કરારનું કડક રીતે પાલન કરવા માટે કરેલા પુનરોચ્ચારને અમેરિકાએ આવકાર આપ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીધર નોઅર્ટે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામાન્ય બનેલા રહે એ આ બંને દેશ માટે તેમજ એમના વિસ્તાર માટે મહત્વનું છે.

નોઅર્ટે નિવેદનમાં વધુમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના લશ્કરોએ કરેલી નવી સમજૂતીને અમેરિકા આવકાર આપે છે.