ભારત અને ચીનના સંબંધો ‘કોલ્ડ વૉર’ જેવા: અમેરિકન એક્સપર્ટ

વોશિંગ્ટન- અમેરિકાના રાજકીય જાણકારોનું માનવું છે કે, ભારત અને ચીન વચ્ચે ‘કોલ્ડ વૉર’ની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્યૂરો ઓફ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા દક્ષિણ અને મધ્ય એશિયામાં પોતાની સેવા પ્રદાન કરનારી એલેઈસા આયરેસે ગત સપ્તાહે ન્યૂયોર્કમાં પોતાના નવા પુસ્તકના વિમોચન દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધો શીત યુદ્ધ તરફ જઈ રહ્યા હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.આયરેસે જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે વ્યાવસાયિક સંબંધો મજબૂત છે, પરંતુ ભારત માટે આ બાબત બહુ સંતોષકારક નથી. તો બીજી તરફ કેટલાંક એવા કારણો છે જેનાથી અમેરિકા પણ ચીન સાથેના તેના વ્યાવસાયિક સંબંધોથી નાખુશ છે.

ભારત અને ચીનના સંબંધો અંગે પુછાયેલા સવાલનો જવાબ આપતા આયરેસે કહ્યું કે, વર્તમાન સમયમાં હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી દરમિયાનગીરીથી ભારત ચિંતિત છે. આ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકામાં ચીનનું વધી રહેલું રોકાણ પણ ભારત માટે ચિંતાનો વિષય બની રહ્યું છે.

આયરેસે જણાવ્યું કે, અમેરિકા દ્વારા ચીનને સખ્તાઈથી કાઉન્ટર કરવાની કોઈ પણ યોજનાનો ભાગ બનવા ભારત ઈચ્છુક નથી જણાઈ રહ્યું. ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું ઈચ્છુક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]