વૃક્ષો વાવવામાં વિશ્વમાં સૌથી આગળ છે ભારત અને ચીનઃ નાસા

નવી દિલ્હીઃ નાસાના એક તાજેતરના અધ્યયનમાં સામાન્ય અવધારણાની વિપરીત એ વસ્તુ જોવા મળી છે કે ભારત અને ચીન વૃક્ષો વાવવા મામલે વિશ્વમાં સૌથી આગળ છે. આ અધ્યયનમાં કહેવામાં આવ્યું કે દુનિયા 20 વર્ષ પહેલાની તુલનામાં વધારે લીલીછમ બની છે. નાસાના ઉપગ્રહણ પાસેથી મળેલા આંકડા અને વિશ્લેષણ પર આધારિત અધ્યયનમાં કહેવામાં આવ્યું કે ભારત અને ચીન વૃક્ષની વાવણી કરવામાં આગળ છે.

અધ્યયનના લેખક ચી ચેને કહ્યું કે એક તૃતિયાંશ વૃક્ષો ચીન અને ભારતમાં છે પરંતુ ગ્રહની વન આચ્છાદિત ભૂમીનું 9 ટકા જેટલું ક્ષેત્ર જ તેમનું છે. બોસ્ટન વિશ્વવિદ્યાલયના ચેને કહ્યું કે અધિક વસ્તી ધરાવતા દેશોમાં અત્યાધિક દોહનના કારણે ભૂ ક્ષરણની સામાન્ય અવધારણાને ધ્યાનમાં રાખતા આ તથ્ય હેરાન કરવા જેવું છે. નેચર બસ્ટેનેબિલિટી પત્રિકામાં સોમવારના રોજ પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના ઉપગ્રહ આંકડાઓમાં વૃક્ષો લગાવવાની આ પ્રક્રિયા વિશે ખ્યાલ આવ્યો છે જે મુખ્યરુપે ચીન અને ભારતમાં થયલી છે.

વૃક્ષોથી ઢંકાયેલા ક્ષેત્રમાં વૈશ્વિક વધારામાં 25 ટકા યોગદાન માત્ર ચીનનું છે જે વૈશ્વિક વનીકરણ ક્ષેત્રનું માત્ર 6.6 ટકા છે. નાસાના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે ચીન વનોની 42 ટકા ભૂમી અને 32 ટકા જેટલી કૃષીભૂમિના કારણે હર્યું ભર્યું બન્યું છે જ્યારે ભારતમાં એવું મુખ્યતઃ 82 ટકા કૃષી ભૂમિના કારણે થયું છે. આમાં વનો 4.4 ટકાનો ભાગ ખૂબ ઓછો છે. ચીન ભૂક્ષરણ, વાયુ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનને ઓછું કરવાના લક્ષ્યથી વનોને વધારવા અને તેમને સંરક્ષિત રાખવાના મહત્વકાંક્ષી કાર્યક્રમને ચલાવી રહ્યું છે.

ભારત અને ચીનમાં વર્ષ 2000 બાદથી ખાદ્ય ઉત્પાદનમાં 35 ટકાથી વધારે વધારો થયો છે. નાસાના અમેસ અનુસંધાન કેન્દ્રમાં એક અનુસંધાન વૈજ્ઞાનિક તેમજ અધ્યયનની સહ લેખક રમા નેમાનીએ કહ્યું કે નાસાના ટેરા અને એક્વા ઉપગ્રહો પર માડરેટ રિઝોલ્યૂશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટરથી બે દશકના ડેટા રેકોર્ડના કારણે આ અધ્યયન થઈ શક્યું છે. હવે આ રેકોર્ડની મદદથી જોઈ શકાય છે કે માનવ પણ યોગદાન આપી રહ્યો છે. નેમાનીએ કહ્યું કે કોઈપણ સમસ્યાનો અહેસાસ થઈ જવા પર લોકો તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ભારત અને ચીનમાં 1970 અને 1980ના દશકમાં વૃક્ષોના સંબંધમાં સ્થિતી યોગ્ય નહોતી. તેમણે કહ્યું કે 1990ના દશકમાં લોકોને આનો અહેસાસ થયો અને આજે સ્થિતીમાં સુધારો આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]