પાકિસ્તાનના આ પ્રધાન વિડીયો ચેટમાં અશ્લીલ વાતો કરતા ઝડપાયા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની સોશિયલ મીડિયા સ્ટાર હરીમ શાહે ઈમરાન ખાન સરકારના મંત્રી પર ગંભીર આરોપો લગાવ્યા છે. રહીમે પોતાના સોશિયલ મીડિયા પર કથિત રીતે એક વિડીયો શેર કર્યો છે જેમાં પાકિસ્તાનના રેલ મંત્રી તેમની સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો ચેટમાં કથિત રીતે અશ્લીલ વાતો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે બાદમાં રહીમે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાંથી વીડિયો દૂર કરી દીધો છે અને કહ્યું કે કેટલાક લોકો મને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. શેખ રશીદ એ જ મંત્રી છે કે જેમણે, ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.

ઈમરાન ખાનની સરકારમાં રેલ મંત્રી શેખ રશીદ સાથે વિડીયો કોલના ફૂટેજ શેર કરવાના કારણે તેઓ ચર્ચામાં છે. વિડીયોમાં તેમણે પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ પર આરોપ લગાવ્યા છે કે તેઓ તેમને અશ્લીલ વિડીયો મોકલતા હતા. ઈમરાન ખાનના મંત્રી શેખ રશીદ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેઓ ઘણીવાર ભારતને યુદ્ધમાં હરાવવાનો દાવો કરી ચૂક્યા છે અને તેઓ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી પણ આપી ચૂક્યા છે.

વિવાદિત વિડીયોમાં હરીમ શાહની સાથે તેમના એક મીત્ર પણ છે અને બંન્ને શેખ રશીદ સાથે ચેટ કરતી દેખાઈ રહી છે. વિડીયો કોલને કોઈ બીજા ફોનથી શૂટ કરવામાં આવ્યો છે અને આ સોશિયલ મિડીયા પર કેવી રીતે પોસ્ટ કરવામાં આવ્યો, અત્યારસુધી તેની કોઈ જાણકારી મળી નથી. પાકિસ્તાની મિડીયામાં જો કે આ સમાચાર ખૂબ ફેલાયા છે.