સ્વિટઝર્લેન્ડના રિસોર્ટમાંથી સેંકડો ક્વોરન્ટીન બ્રિટિશ ટુરિસ્ટો ભાગ્યા

વર્બિયરઃ સ્વિટઝર્લેન્ડના વર્બિયરના એક સ્કી રિસોર્ટમાં ક્વોરન્ટીન કરવામાં આવેલા સેંકડો બ્રિટિશ ટુરિસ્ટો પોતાની રજાઓ વેડફાય નહીં એટલા માટે રાતોરાત ભાગી ગયા હતા, એમ સ્થાનિક મ્યુનિસિપાલિટીએ આ માહિતી આપી હતી. લક્ઝરી એલ્પાઇન સ્કી સ્ટેશનમાં કુલ 420 બ્રિટિશ ટુરિસ્ટો ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા, એમાંથી 200 જણ રાત્રે રિસોર્ટમાંથી જતા રહ્યા હતા.

સ્વિટઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં ન્યુ યર માટે મોટી સંખ્યામાં બ્રિટિશ ટુરિસ્ટો આવવાના હતા અને મોટા ભાગના લોકો આવી પણ ચૂક્યા હતા, પરંતુ ઇંગ્લેન્ડમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેન મળ્યા પછી કોવિડ-19ના કેસોમાં વધારો થતાં ફ્લાઇટને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

બ્રિટનમાં કોરોના વાઇરસના નવા પ્રકાર મળ્યા પછી –જે નિષ્ણાતોનો ડર હતો કે એ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ જોતાં સ્વિસ સરકાર દ્વારા સખતાઈપૂર્વક 14 ડિસેમ્બરથી બ્રિટનથી આવનારી દરેક વ્યક્તિને 10 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવી હતી. બ્રિટિશ ટુરિસ્ટો વર્બિયરના રિસોર્ટમાં પહોંચવાની સાથે ક્વોરન્ટીન થતાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, જ્યારે થોડાક ટુરિસ્ટ ત્યાં રહ્યા હતા, પરંતુ તેઓ પણ ચોરીછુપીથી ત્યાં નીકળી ગયા હતા.

વાઇડર બેગ્નસ મ્યુનિસિપાલિટીના પ્રવક્તા જિન માર્ક સેંડોઝે જણાવ્યું હતું કે એ લોકોમાંથી કેટલાક લોકો ક્વોરન્ટીનમાં રહ્યા, જે પછી તેઓ રાતે ત્યાંથી નીકળી ગયા હતા. તેમણે કોમ્યુનિટી સ્પ્રેડનું સૌથી ખરાબ સપ્તાહ બતાવ્યું હતું.

વર્બિયરમાં આવતા કુલ ટુરિસ્ટોમાંથી 21 ટકા ટુરિસ્ટ એકલા બ્રિટિશ ટુરિસ્ટ છે, જે ક્રિસમસ પછી અહીં આવવા લાગે છે. પાછલાં બે વર્ષોમાં વર્બિયર સ્કીઇંગના રિસોર્ટ ટુરિસ્ટો માટે સૌથી બેસ્ટ બની રહ્યું છે.