યુવક રોજ પીતો હતો એનર્જી ડ્રિંક, જીભની થઈ આવી હાલત…

નવી દિલ્હીઃ જો તમે પણ એનર્જી ડ્રિંક્સ પીવાના શોખીન છો. તો આ સમાચાર તમારા માટે છે. જો તમને એનર્જી ડ્રિંક્સ પીવાની આદત હોય તો ચેતી જજો. કારણ કે ઓસ્ટ્રેલિયામાં બનેલી એક ઘટનાથી એક યુવકના જીવનમાં  હડકંપ મચી ગયો છે. એનર્જી ડ્રિંક્સ તમારી તબિયત માટે કેટલી હદે ખતરનાક સાબિત થઈ શકે છે તેનો અંદાજો આપને આ ઘટના પરથી મળી મળી જશે. ડૈન રોયલ્સ નામના એક ઓસ્ટ્રેલિયાઈ યુવકે પોતાની જીભનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટામાં જોઈ શકાય છે કે એનર્જી ડ્રિંક્સ પીવાથી તેની જીભની હાલત ખરાબ થઈ ગઈ છે.

જીભમાં અલગ અલગ જગ્યાએ ખાડા પડી ગયા છે. રોયલ્સે જણાવ્યું કે ડોક્ટર્સનું માનવું છે કે જીભની આ હાલત એનર્જી ડ્રિંક્સ પીવાના કારણે થઈ છે. હવે તે પોતાની આપવીતી સોશિયલ મીડિયામાં શેર કરીને આવું પીણું પીનારા લોકોને એલર્ટ કરી રહ્યો છે. રોયલ્સે એ પણ લખ્યું કે એનર્જી ડ્રિંક્સે જીભની આ હાલત કરી છે, તો પછી અંદરના અંગોની શું સ્થિતિ હશે.

શિક્ષકની નોકરી કરતા ડેન રોયલ્સે પોતાની પોસ્ટમાં લખ્યું કે તે દિવસમાં 5 થી 6 એનર્જી ડ્રિંક પીતો હતો. જ્યારે જીભની ચામડી ધીમે ધીમે ઉતરવાનું શરુ થયું તો, તે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે તેને જણાવ્યું કે ડ્રિંક્સની અંદર ભેળવવામાં આવતા કેમિકલે તેની જીભની આ હાલત કરી છે. એક એનર્જી ડ્રિંક કેનમાં 58 ગ્રામ શૂગર હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]