અમેરિકા સમર્થિત દળો દ્વારા સીરિયામાં ISISના અંતિમ ગઢ પર હુમલો

દમિશ્ક: અમેરિકા દ્વારા સમર્થિત દળોએ યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી આતંકવાદી સમૂહના ખાત્મા માટે અંતિમ પ્રયાસની વચ્ચે અહીં ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના અંતિમ અડ્ડા પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સીરિયાઈ રક્ષા દળો (એસડીએફ)ની ઝૂંબેશ સાંજે 6 વાગ્યે શરુ થયું જેના હેઠળ સુરક્ષા દળોએ સીરિયાના બધોજમાં હવાઈ હુમલો કર્યો, વિસ્ફોટ કર્યા અને મોર્ટાર દ્વારા હુમલો કર્યો હતો.

એસડીએફના પ્રવક્તા મુસ્તફા બાલીએ ટ્વિટર કરી કહ્યું કે, તેમની સેના પ્રત્યક્ષ હિંસક ઝઘડામાં વ્યસ્ત હતી ત્યારે તેમના વિમાનોએ હથિયારોના ડેપોને નિશાન બનાવ્યા હતાં. તો બીજી તરફ ઝૂંબેશ શરુ કર્યા પહેલા બાલીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, આઈએસને આત્મસમર્પણ માટે આપવામાં આવેલો સમય પૂર્ણ થઈ ગયો છે, અને એસડીએફ દળો આઈએસના હાથમાં જે બચ્યું છે, તેમને ખત્મ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

તમને જણાવી દઈએ કે, ISISના દબદબા ધરાવાતા વિસ્તારોને મુક્ત કરાવવા માટે અમેરિકા સમર્થિત સૈન્ય દળ સતત હવાઈ હુમલો કરી રહ્યાં છે.

ગત સપ્તાહે પણ 10 આતંકીઓના મોતની પુષ્ટી બ્રિટેનની એક સંસ્થાએ કરી હતી. આતંકી સંગઠનના અંતિમ ઠેકાણાઓ પર જોરદાર હુમલો કરવા માટે ગત મહિને જ અહીંના વિસ્તારમાં રહેતા 1500 લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કર્યું હતું. ગત શનિવારે 500 આતંકીઓએ સુરક્ષા દળો સામે આત્મસમર્પણ કર્યું હતું.