ન્યૂયોર્ક: ભારતીય મૂળની મહિલા પર હુમલો, આરોપીને થઈ શકે છે 15 વર્ષની સજા

ન્યૂયોર્ક- અમેરીકામાં એક ભારતીય મૂળની મહિલા પર હુમલો કરવાનો અને સમલૈગિંકો પ્રત્યે નફરતભર્યા શબ્દોનો ઉપયોગ કરવા બદલ  54 વર્ષીય પુરૂષ સામે ધૃણા અપરાધનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગત મહિને ન્યૂયોર્કના કીન્સ બરોમાં અવનીત કૌર (20) પર હુમલો કરવાના આરોપમાં અલાશહીદ અલ્લાહેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પકડવામાં આવેલા વ્યક્તિ પર અપરાધનો આરોપ છે.

કીન્સના ડિસ્ટ્રીક અટોર્નિ રિચર્ડ બ્રાઉને કહ્યું કે, દોષી સાબિત થયાં બાદ તેને સાડા ત્રણ વર્ષથી 15 વર્ષની સજા થઈ શકે છે. બ્રાઉને કહ્યું કે, કીન્સ કાઉન્ટી દેશની સર્વાધિક વિવિધતાવાળી કાઉન્ટી છે. અહીં, અનેક નસલ, રાષ્ટ્રીયતા અને યૌનસંબંધવાળા લોકો રહે છે. પક્ષપાતથી ઉપર રહી અપરાધ – ખાસ કરીને હિંસા ભરેલા અપરાધને આ કાઉન્ટીમાં ક્યારે સહન કરવામાં આવશે નહીં.

આરોપ અનુસાર, 20 વર્ષીય અવનીત કૌર ગત મહિને મેનહટનમાં એક સબ-વે ટ્રેનમાં સફર કરી રહી હતી, તે દરમિયાન આરોપી સાથે તેને બોલાચાલી થઈ હતી. વાદ વિવાદમાં આરોપી અલાશહીદે કૌર અને તેની દોસ્ત વિરુદ્ધ સમલૈગિંકતા પ્રતિ નફરત ભરેલા શબ્દોનો ઉપયોગ કર્યો. આ ઘટના બાદ, જ્યારે બંને યુવતીઓ જવા લાગી તો આરોપીએ તેમનો પીછો કર્યો અને અવનીત કૌરના માથા પર પાછળથી પ્રહાર કર્યો, ત્યારબાદ તેણે છાતી પર માર્યું, આ હુમલામાં કૌર નીચે પડી ગઈ પછી આરોપીએ તેના માથા અને ગર્દનને ખભા સાથે ભીડાવી દીધી.

આરોપીએ કોર્ટ સામે સ્વીકાર કર્યો કે તેણે અવનીત કૌર વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી અને બે વખત ટ્રેનમાં યાત્રા દરમિયાન પોતાની મિત્ર સાથેની નિકટતા માટે તેને ધમકી પણ આપી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ કૌરને તત્કાલ સ્થાનિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેને કમ્મરના હાડકામાં ફ્રેક્ચર થયું હોવાની ખબર પડી. આરોપીનો અપરાધ સાબિત થયાં બાદ કોર્ટ 15 વર્ષની સજા સંભળાવી શકે છે.