આવતા વર્ષે ચૂંટણી પહેલાં ભારત આવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હીઃ આવતા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ટ્રમ્પ ભારતનો પ્રવાસ કરી શકે છે. જો કે ટ્રમ્પની આ પ્રસ્તાવિત યાત્રાને લઈને યોજના બની રહી છે અને તારીખોને લઈને હજી કંઈ જ નક્કી કરવામાં આવ્યું નથી.  

પ્રાપ્ત વિગતો અનુસાર 2+2 ડાયલોગના બીજા વર્ઝન માટે ભારતના રક્ષામંત્રી અને વિદેશ મંત્રી વોશિંગ્ટનનો પ્રવાસ કરશે. આ દરમિયાન ટ્રમ્પના પ્રવાસને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે. થોડા દિવસ જ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પ્રવાસને લઈને સંકેતો આપ્યા હતા.

આ સિવાય ભારત અને અમેરિકા વ્યાપાર મુદ્દાઓના સમાધાન માટેની દિશામાં કામ કરી રહ્યા છે. આમાં શરુઆતી ટ્રેડ પેકેજને લઈને પણ ખૂબ ચર્ચાઓ છે. ગત સપ્તાહે વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ અમેરિકાના પ્રવાસ પર ગયા હતા. ત્યાં તેમની મુલાકાત અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લિથિજર સાથે થઈ હતી. આ મુલાકાતમાં જ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડને લઈને ચાલી રહેલા મુદ્દાઓ પર વાતચિત થઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]