ટ્રમ્પે H-1B વિઝા દ્વારા નાગરિકતાનો રસ્તો સરળ કરવાનું વચન આપ્યું

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વીઝાની પ્રક્રિયામાં સંશોધનનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે તે ટેલેન્ટેડ અને હાઈલી સ્કિલ્ડ લોકોને અમેરિકામાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમના માટે નાગરિકાતાનો માર્ગ મોકળો કરવા ઈચ્છે છે. ટ્રમ્પનું આ નિવેદન ઈમિગ્રેશન રિફોર્મ અને દક્ષિણી સીમા પર દીવાલ ઉભી કરવાને લઈને થઈ રહેલી તેજ ચર્ચા વચ્ચે સામે આવ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે ઘુસણખોરી રોકવા માટે દક્ષિણી દીવાલ ખૂબ જરુરી છે. તેમણે ગેરકાયદેસર અપ્રવાસિઓ માટે અમેરિકા આવવાનો રસ્તો સરળ કરવાની પણ વાત કહી છે.

અસ્થાયી વીઝા પર કામ કરવા અમેરિકા આવેલા આશરે 4 લાખ 20 હજાર વિદેશી વર્કર્સ H-1B વીઝાને લઈને કડકાઈનો શિકાર થઈ રહ્યા છે. આમાં 3 લાખ લોકો ભારતીય છે. અમેરિકામાં તેમના સ્થાયી નિવાસ અને નાગરિકતાના આધાર પર તેમના મૂળ દેશ આધારિત કોટા પર નિર્ભર થઈ ગયા છે. તો આ સાથે જ અવૈધ અપ્રવાસ મુદ્દા પર વિશેષ જોર આપવાની કીંમત કાયદેસર રહી રહેલા પ્રવાસીઓને ભોગવવી પડી રહી છે.

ટ્રમ્પે ટ્વિટમાં જણાવ્યું કે એચ1બી વીઝાધારકને નિશ્ચિંત રહેવું જોઈએ. આગામી થોડા સમયમાં અહીંયા બદલાવ થવાના છે આપને અહીંયા નીવાસ કરવા માટે સરળતા અને નિશ્ચિતતા બંન્ને પ્રાપ્ત થશે.

વર્તમાન સિસ્ટમ અંતર્ગત 9800 ભારતીયોને પ્રતિ વર્ષ અમેરિકી ગ્રીન કાર્ડ પ્રાપ્ત થાય છે. અમેરિકામાં મોટાભાગે ભારતીય ટ્રમ્પનું સમર્થન કરે છે. અને એટલા માટે જ ટ્રમ્પ ઈમિગ્રેશન સિસ્ટમમાં સુધારાનો ભરોસો આપતા રહે છે. ઘણા વિશેષજ્ઞોનું માનવું છે કે વર્તમાન ઈમિગ્રેશન સિસ્ટમ કાયદેસર રીતે અમેરિકામાં આવતા લોકો પર ભારે પડે છે જ્યારે ગેરકાયદેસર પ્રવાસિઓની સહાયતા કરે છે જેમને ઘણા એમ્નેસ્ટી અને રેગ્યુલરાઈઝેશન પ્રોગ્રામ્સનો ફાયદો મળે છે.