રાફેલ ડીલ અંગે પીએમ મોદી વિપક્ષ સાથે ચર્ચા કરી શકે છે: ફાંસ

પેરિસ- ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રાફેલ ફાઈટર જેટની ડીલને લઈને મોદી સરકાર વિરોધ પક્ષોના ટાર્ગેટ પર રહી છે. વિપક્ષે મોદી સરકાર પર આરોપ લગાવ્યા છે કે, મોદી સરકાર ડીલની પારદર્શિતા અંગે છુપાવી રહી છે. જોકે હવે ખુદ ફ્રાંસના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, ભારત સરકાર ડીલની ગોપનીયતા અંગે વિરોધ પક્ષો સાથે ચર્ચા કરો તો ફ્રાંસને કોઈ આપત્તિ નથી. ફ્રાંસ સરકારે જણાવ્યું કે, રાફેલ સોદામાં ઈકોનોમિક, ઈન્ડ્સ્ટ્રીયલ અને સ્ટ્રેટેજિક હિતોનું પુરું ધ્યાન રાખવામાં આવ્યું છે.જોકે ફ્રાંસના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ ડીલ તેમના કાર્યકાળમાં કરવામાં નથી આવી. પરંતુ તેમણે જણાવ્યું કે, આ ડીલથી બન્ને દેશોને ફાયદો થશે. ડીલની ગોપનિયતા અંગે મૈક્રોએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, બન્ને દેશો વચ્ચે જ્યારે કોઈ મુદ્દે અત્યંત નાજુક નિર્ણય લેવાનો હોય ત્યારે બધી વાતની સ્પષ્ટતા અગાઉથી કરી શકાય નહીં. વધુમાં મૈક્રોએ કહ્યું કે, કોમર્શિયલ એગ્રીમેન્ટ મુજબ પ્રતિસ્પર્ધી કંપનીઓને રક્ષાસોદા સાથે જોડાયેલી ગોપનિયતાની જાણ ન થાય તે મહત્વનું છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેટલાંક ટેકનિકલ મુદ્દાઓ સાર્વજનિક નહીં કરવા પાછળનું કારણ કોમર્શિયલ એગ્રીમેન્ટ છે. પરંતુ મૈક્રોએ દાવો કર્યો કે, જો આ ડીલને લઈને ભારતમાં મોદી સરકાર પર ઉઠી રહેલા વિવાદોનો જવાબ વિપક્ષને આપવા ઈચ્છે તો, ફ્રાંસને તેમાં કોઈ જ આપત્તિ નથી. રાફેલ ડીલ અંગે ફ્રાંસના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે આ ડિફેન્સ ડીલ એક સારા માહોલમાં કરવામાં આવી છે. ઉપરાંત આ ડીલ ભારતની સુરક્ષા માટે પણ મહત્વની પુરવાર થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]