ગ્રેટ વિડીયો શૂટ જાહેર, 199 વર્ષ પહેલાં પૂર્ણ સૂર્યગ્રહણનું ભારતમાં થયું હતું શૂટિંગ…

નવી દિલ્હીઃ દુનિયામાં પહેલીવાર પૂર્ણ સૂર્ય ગ્રહણનો વીડિયો ક્યારે શૂટ થયો અને કેવું હતું અને કેવું હતું તે દરમિયાનનો નજારો? આ પ્રશ્નોનો જવાબ પર ખગોળ શાસ્ત્રીઓએ શોધી લીધો છે. 28 મે 1900ના રોજ થયેલા સૂર્ય ગ્રહણના ફોટોગ્રાફ્સ નોર્થ કૈરોલિનામાં બ્રિટિશ જાદુગર અને પોતાના સમયના ઉભરતા ફિલ્મ નિર્માતા નેવિલ માસ્કિલીને ક્લિક કર્યા હતા. હવે 119 વર્ષ બાદ તે ફિલ્મને ડેવલપ કરીને વીડિયો દુનિયા સામે જાહેર કરવામાં આવ્યો છે.

આજે આપણે કોઈપણ ખગોળીય ઘટનાની સરળતાથી વીડિયો શૂટ કરી શકીએ છીએ. પણ 119 વર્ષ પહેલાના ફોટોગ્રાફ્સ આપણી પાસે આવા નહોતા. એ વિચાર પણ સંભવ નહોતો પરંતુ તે દોરમાં પણ નેવિલે અટલાન્ટિકને પાર કરતા નોર્થ કૈરોલિનામાં વર્ષ 1900માં સૂર્ય ગ્રહણનું રેકોર્ડિંગ કર્યું હતું. નેવિલ જાદૂગર સીવાય સિનેમેટોગ્રાફર પણ હતા. તેઓ પોતાને વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી જીવવા અને દુનિયાને બતાવવા ઈચ્છતા હતા એટલા માટે તેમણે સૂર્ય ગ્રહણને પણ સુંદર અંદાજમાં દુનિયા સામે રજૂ કરવાનું નક્કી કર્યું.

2 જુલાઈના રોજ એકવાર ફરીથી સૂર્ય અને ધરતી વચ્ચે ચંદ્રમા આવી જશે અને ગ્રહણ કાળ આવશે. આકાશમાં થનારી આ ઐતિહાસિક ખગોળીય ઘટનાને લઈને તમામ ખગોળ શાસ્ત્રીઓ તૈયારીમાં લાગેલા છે. આ એક પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. આ સૂર્ય ગ્રહણનો સમય રાત્રે 11:31 વાગ્યાથી લઈને 2:15 વાગ્યા સુધી ચાલશે.

1900 બ્રિટનની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના સંગ્રહાલયમાં નેવિલ દ્વારા પાડવામાં આવેલા 1900ના સૂર્ય ગ્રહના ફોટા સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ આ જ ફિલ્મોને જોડીને એક વીડિયો બનાવ્યો અને દુનિયાની સામે રજૂ કર્યો. સોસાયટીના અધ્યક્ષ માઈક ક્રૂઝે જણાવ્યું કે વૈજ્ઞાનિક ઈતિહાસનું આજના સમયમાં સામે આવવું તે એક સુખદ અહેસાસ છે. ખગોળ વૈજ્ઞાનિકો નવી ટેક્નોલોજી જાણવા ઈચ્છુક રહે છે અને એક શતાબ્દી પહેલા અમારા પૂર્વજ પણ આ દ્રષ્ટીકોણથી દૂર નહોતા.

સંગ્રહાલયથી મળેલી જાણકારી અનુસાર સન 1900માં નોર્થ કેરોલિનામાં પૂર્ણ સૂર્ય ગ્રહણના ફોટો લીધાના બે વર્ષ પહેલા જ તેઓ ભારત પણ આવ્યા હતા. 1898માં માસ્કિલિનને ભારતમાં પૂર્ણ સૂર્ય ગ્રહણના ફોટા લીધા હતા પરંતુ પાછા જતા પહેલા તે સમયમાં તેમનો ડેટા ચોરી થઈ ગયો. જો આ ડેટા ચોરી ન થયો હોત તો આજે દુનિયા સામે ભારતમાં થયેલા પૂર્ણ સુર્ય ગ્રહણનો વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ હોત.

પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રહણની તસવીર લેવાનું અસાધારણ કાર્ય એટલું સરળ નહોતું. માસ્કિલિનને પોતાના કેમેરા માટે એક ખાસ પ્રકારનું ટેલિસ્કોપિક એડપ્ટર બનાવવું પડ્યું હતું, જેથી ઘટનાક્રમને કેદ કરી શકાય. આ મિસ્કિલિન દ્વારા પાડવામાં આવેલા એકમાત્ર ફોટોગ્રાફ્સ છે કે જેને અત્યારસુધી સંભાળીને રાખવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]