34 વર્ષની વયે ફિનલેન્ડની વડાપ્રધાન બનનાર યુવતી સના મારિન કોણ છે?

નવી દિલ્હી: માત્ર 34 વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી! વાંચીને આશ્ચર્ય થશે પણ તમે સાચું જ વાંચી રહ્યા છો, 34 વર્ષીય સના મારિન ફિનલેન્ડના નવા પ્રધાનમંત્રી બન્યા છે. સના દેશના રાજકીય ઈતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી છે. મહત્વનું છે કે, ફિનલેન્ડના પૂર્વ વડાપ્રધાન સાઉલી નિનીસ્તોના રાજીનામાં બાદ સના મારિનને વડાપ્રધાન બનાવવાની અટકળો ચાલી રહી હતી. સના મારિન આ અગાઉ પરિવહન અને સંચાર મંત્રી પણ રહી ચૂકી છે.

યુક્રેનના વડાપ્રધાન ઓલેક્સી હોન્ચેરુકને પાછળ છોડયા

આ સાથે જ 34 વર્ષીય મારિન વિશ્વની સૌથી યુવા વડાપ્રધાન બની ગઈ છે. આ પહેલા આ ખિતાબ યુક્રેનના વડાપ્રધાન ઓલેક્સી હોન્ચેરુકના નામે હતો. પણ હવે 34 વર્ષિય મારિને આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

ઓલેક્સી હોન્ચેરુક

પ્રધાનમંત્રીના પદ માટે પંસદગી પામ્યા બાદ મારિને કહ્યું કે, મેં મારી ઉંમર કે જેન્ડર વિશે ક્યારે વિચાર્યું નથી. હું રાજનીતિમાં આવવાના કારણો અને એ વસ્તુઓ અંગે વિચારું છું, જેના માટે મતદાતાઓએ આપણા પર ભરોસો મુક્યો છે.

વર્તમાનમાં ફિનલેન્ડ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. જેની શરુઆત પોસ્ટ કર્મચારીઓની હડતાળથી થઈ. જોકે, આ હડતાળ 27 નવેમ્બરે સમેટાઈ ગઈ તેમ છતાં પણ હજુ સ્થિતિ હજુ સામાન્ય નથી થઈ. હકીકતમાં 700 પોસ્ટ કર્મચારીઓની મજૂરીમાં કાપની યોજના પર અનેક સપ્તાહો સુધી રાજકીય સંકટ બાદ રિન્નેએ પદ છોડી દીધું હતુ. આ હડતાળ બાદ નિષ્ક્રિયતાના કારણે સાઉલી નિનીસ્તોએ પોતાનો વિશ્વાસ ગુમાવ્યો.

કોણ છે સના મારિન

સના મારિનનો જન્મ 16 નવેમ્બર 1985ના રોજ ફિનલેન્ડમાં થયો હતો. વર્ષ 2015માં તે સંસદ સભ્યના રૂપમાં ચૂંટાઈ આવી. પ્રથમ વખત તે 2019માં સરકારમાં જોડાઈ. સરકારમાં તેણે પરિવહન અને સંચાર મંત્રી તરીકે કામ કર્યું.

અંદાજે 53 લાખની જનસંખ્યા ધરાવતું ફિનલેન્ડ ગણરાજ્ય ઉત્તર યુરોપનો એક દેશ છે. એની રાજધાની હેલસિંકી છે. ફિનલેન્ડની સરહદ પશ્ચિમમાં સ્વીડન, પૂર્વમાં રશિયા અને ઉત્તરમાં નોર્વે સ્થિત છે. વિસ્તારની દ્રષ્ટીએ આ યુરોપનો આઠમો સૌથી મોટો અને જનસંખ્યાને આધારે યુરોપીય સંઘમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ છે. દેશમાં રહેતા મોટાભાગના લોકોની માતૃભાષા ફિનિશ છે.

દેશના 5.5 ટકા વસ્તીની માતૃભાષા સ્વીડિશ છે. ફિનલેન્ડ ઐતિહાસિક રૂપથી સ્વીડનનો એક ભાગ હતો. વર્ષ 1809માં તે રશિયન સામ્રાજ્યમાં એક સ્વતંત્ર રીતે સામેલ હતો. ફિનલેન્ડ 1955માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને 1995માં યુરોપીય સંઘમાં સામેલ થયો. એક સર્વેક્ષણમાં સામાજિક, રાજકીય, આર્થિક અને સૈન્ય સંકેતકોના આધાર પર ફિનલેન્ડને વિશ્વનો સૌથી વધુ સ્થિરતા વાળો દેશ ગણવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]