ફાલ્ગુની શાહ, પ્રશાંત મિસ્ત્રીને ‘ગ્રેમી’ એવોર્ડ હાથતાળી આપી ગયો

લોસ એન્જલિસ – ભારતીય મૂળનાં ફાલ્ગુની શાહ અને પ્રશાંત મિસ્ત્રીને અહીં ગઈ કાલે યોજવામાં આવેલા ગ્રેમી એવોર્ડ્સમાં એવોર્ડ જીતવામાં સફળ રહ્યાં નથી.

ગ્રેમી એવોર્ડ્સ સંગીતક્ષેત્રનાં ઓસ્કર એવોર્ડ્સ.

ફાલ્ગુની શાહ અમેરિકાનાં સંગીત ક્ષેત્રમાં ‘ફાલુ’ જેવા હુલામણા નામે ઓળખાય છે. એમનાં ‘ફાલુ’સ બાઝાર’ આલબમને ‘બેસ્ટ ચિલ્ડ્રન્સ આલબમ’ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું હતું.

લંડનસ્થિત ભારતીય સંગીતકાર તેમજ મિક્સ અને માસ્ટરિંગ એન્જિનીયર પ્રશાંત મિસ્ત્રીના આલબમ ‘સિમ્બોલ’ને 61મા ગ્રેમી એવોર્ડ્સમાં ‘બેસ્ટ ઈમર્સિવ ઓડિયો આલબમ’ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું હતું.

ફાલ્ગુનીની કેટેગરીનો એવોર્ડ લ્યુસી કલંત્રી એન્ડ ધ જેઝ કેટ્સનાં ઓલ ધ સાઉન્ડ્સ આલબમને આપવામાં આવ્યો હતો જ્યારે મિસ્ત્રીની કેટેગરીનો એવોર્ડ ‘આઈ ઈન ધ સ્કાઈ-થર્ટીફિફ્થ એનિવર્સરી એડિશન’ને ફાળે ગયો છે.

આ કાર્યક્રમમાં ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રેહમાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

રેહમાને એમની પુત્રી રહીમા તથા અન્યોની સાથેની એમની એક તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી હતી.

ગ્રેમી એવોર્ડ્સ કાર્યક્રમ પૂર્વે, ‘ચિત્રલેખા’ના અંકમાં ફાલ્ગુની શાહ વિશે પ્રકાશિત લેખ વાંચો…

https://chitralekha.com/falgunishah.pdf

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]