પાંચ કરોડ યુઝર્સના એકાઉન્ટ્સમાંથી ડેટાની ચોરી થયાનો ફેસબુકનો એકરાર

વોશિંગ્ટન – સોશિયલ મિડિયા કંપની ફેસબુકે એવી જાણકારી આપી છે કે ફેસબુકના કોડમાં રહેલી એક ખામીનો ફાયદો ઉઠાવીને હેકર્સ સાઈટમાં એક્સેસ કરવામાં અને યુઝર્સની ડેટા લીક કરવામાં સફળ થયા હતા.

આને કારણે દુનિયાભરના પાંચ કરોડ જેટલા ફેસબુક યુઝર્સના એકાઉન્ટમાંથી ખાનગી ચોરી થઈ છે.
હુમલાખોરો ફેસબુકના ‘view as’ ફીચર મારફત લોકોના એકાઉન્ટમાં એક્સેસ કરી ગયા હતા. આ ફીચર ફેસબુકે કામચલાઉ ડિસેબલ કરી દીધું છે.

આ હુમલો ત્રણ દિવસ પહેલાં કરવામાં આવ્યો હતો. ફેસબુક કંપનીએ કહ્યું છે કે આ હુમલા પાછળ કોનો હાથ છે એ તેને જાણવા મળ્યું નથી.

ફેસબુકના 9 કરોડથી વધુ યુઝર્સે હવે તેમનાં એકાઉન્ટ્સમાં લોગ-બેક કરવું પડશે.