ફેસબુકે સ્વીકાર્યું કે યૂઝર આઈડીનો પાસવર્ડ વાંચી શકે છે અમારા કર્મચારીઓ

નવી દિલ્હીઃ ફેસબુકે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેણે લાખો Passwordsને પ્લેન ટેક્સ્ટમાં પોતાના સર્વરોમાં રાખ્યા છે. આનાથી ફેસબુકના કર્મચારી આ Passwords ને જોઈ અને વાંચી શકે છે.

એન્જિનિયરિંગ, સુરક્ષા અને પ્રાઈવસીના ઉપાધ્યક્ષ પેડ્રો કૈનહોતીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે આ પાસવર્ડ ફેસબુકની બહારના કઈપણ વ્યક્તિને ક્યારેય બતાવવામાં નથી આવ્યા. અમને એ વાતના પણ કોઈ પુરાવા નથી મળ્યા કે કંપનીના કોઈપણ કર્મચારીએ આ પાસવર્ડ્સનો દુરુપયોગ કર્યો હોય, અથવા ખોટી રીતે તેના સુધી પહોંચવામાં આવ્યું હોય.

તેમણે જણાવ્યું કે આ ભૂલનો ખ્યાલ આ વર્ષે શરુઆતમાં નિયમિત સુરક્ષા સમીક્ષા દમિયાન આવ્યો. તેમણે કહ્યું કે સિલિરોન વેલી કંપની પોતાના કરોડો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ઉપયોગકર્તાઓને આ મામલે સુચના આપી શકે છે.

આ ખુલાસો એવા સમયે થયો છે, જ્યારે એ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે કે ફેસબુક પોતાના ઉપયોગકર્તાઓની પ્રાઈવસી અને ડેટાને સુરક્ષીત રાખે છે નહી.