દુબઈ: 2 ભારતીયોને ફૂડ કંપનીમાંથી જ્યૂસની ચોરી કરવી પડી ખૂબ મોંઘી

નવી દિલ્હી- દુબઈમાં ચોરી કરવી બે ભારતીયોને મોંઘી પડી ગઈ. દુબઈની એક અદાલતે બે ભારતીયો સહિત એક પાકિસ્તાની નાગરિકને ફ્રૂડ કેટરિંગ કંપનીની શાખામાંથી 900 જ્યૂસના ડબ્બા ચોરવાના આરોપમાં 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. સાથે તેમના પર 1,50,000 દિરહમનો દંડ પણ ફટકાર્યો છે.

ચોરીનો આ મામલો પોલીસ એકેડમિમાં સ્થિત ફૂડ કેટરિંગ કંપનીની શાખા સાથે જોડાયેલો છે. જ્યાંથી 900 જ્યૂસના ડબ્બા ચોરી થયાં હતાં. મીડિયા રિપોર્ટ અનુસાર, અલ બશરામાં એપ્રિલ 2017થી મે 2018ની વચ્ચે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો અને ચોરી કરેલા જ્યૂસ ઉત્પાદનોની કિંમત અંદાજે 23,760 દિરહમ હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, માલસામાનના ગોડાઉનમાં ભારતીય સિક્યુરિટી ગાર્ડે એક ભારતીય અને એક પાકિસ્તાની માણસને ડિલિવરી દરમિયાન મોટી માત્રમાં જ્યૂસના ડબ્બા લઈ જવામાં મદદ કરી હતી. જ્યારે આ ડબ્બાઓ માલ સામાનના ગોડાઉનમાં જમા કરાવવાના હતાં. ત્યાર બાદ આ લોકોએ ચોરી કરેલા જ્યૂસના ડબ્બાઓને વેચી નાખ્યા.

મળતી માહિતી મુજબ આ ચોરીમાં માલ સામાનના સિક્યોરિટી ગાર્ડને 10,800 દિરહમની રકમ મળી હતી. તેમણે પ્રાપ્તિઓ અને બીલો પર હસ્તાક્ષર કર્યા હતા કે, માલની ડિલિવરી થઈ ગઈ છે.

મામલાનો ખુલાસો થતાં એક પછી એક તમામ આરોપીઓ પોલીસને હાથ લાગ્યા હતાં. કોર્ટે ત્રણે આરોપીઓને જેલની સજા ઉપરાંત આર્થિક દંડ પણ ફટકાર્યો છે. જે હેઠળ ત્રણેય પર અલગ અલગ 23,760 દિરહમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]