કાબુલમાં યુનિવર્સિટીની સામે ભયાનક આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ: 26નાં મરણ

કાબુલ – અફઘાનિસ્તાનના આ પાટનગર શહેરમાં આજે એક તરફ લોકો પર્સિયન (ઈરાની) નવા વર્ષ અથવા નવરોઝ તહેવાર નિમિત્તે જાહેર રજાની મજા માણી રહ્યા છે ત્યારે બીજી બાજુ, કાબુલ યુનિવર્સિટીની સામે અને એક મસ્જિદ તથા અલી અબાદ હોસ્પિટલની નજીક એક જોરદાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 26 જણ માર્યા ગયા છે.

આ ભયાનક બોમ્બ ધડાકામાં બીજા અનેક જણ ઘાયલ પણ થયા છે.

આ વિસ્ફોટ એક આત્મઘાતી કાર બોમ્બરે કર્યો હતો. યુનિવર્સિટીની સામે આવીને એ બોમ્બરે બ્લાસ્ટ કર્યો હતો. એમાં તે પોતે ખતમ થઈ ગયો હતો.

આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈ ત્રાસવાદી સંગઠને લીધી નથી.

સત્તાવાળાઓનું કહેવું છે કે મરણાંક હજી વધી શકે છે.

ધડાકો થયા બાદ સુરક્ષા જવાનોએ તરત જ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી લગાવી દીધી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]