ટ્રમ્પે ચીનને લીધું આડેહાથઃ કોરોનાને ગણાવ્યો હુમલો

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ મહામારી માટે એકવાર ફરીથી ચીન પર ગુસ્સે થયા છે. ટ્રમ્પે કહ્યુ છે કે દેશને મહામારી બાદ સામાન્ય કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડશે. આ સાથે જ તેમણે એ પણ કહ્યુ કે તેમના દેશ પર હુમલો કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધી અમેરિકામાં 47,000 લોકોના મોત થઈ ચૂક્યા છે. 8,52,000 લોકો આનાથી સંક્રમિત છે અને ક્યાંયથી પણ આના પર વિરામ લાગવાના અણસાર નથી દેખાઈ રહ્યા.

ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાત કરી હતી અને અહીં તેમણે એક વાર ફરીથી ચીનને આડે હાથ લીધુ હતુ. ટ્રમ્પે કહ્યુ, અમારા પર હુમલો થયો છે. આ એક હુમલો હતો. આ માત્ર ફ્લૂ નથી. કોઈએ પણ આ રીતની વસ્તુ પહેલા ક્યારેય નથી જોઈ અને સન 1917માં છેલ્લી વાર આ રીતની ઘટના જોવામાં આવી હતી. ટ્રમ્પે આ વાત એ વખતે કહી જ્યારે તેમને પૂછવામાં આવ્યુ હતુ કે અમેરિકામાં થોડા દિવસો પહેલા તેમના પ્રશાસન તરફથી ઘણા ટ્રિલિયન ડૉલરના પેકેજનુ એલાન કરવામાં આવ્યુ છે. આના કારણે દેશ પર દેવુ વધી રહ્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે, અમારી પાસે આના સિવાય કોઈ વિકલ્પ નહોતો. મને દર વખતે એ વાતની ચિંતા રહે છે. અમારે આ સમસ્યાને ઠીક કરવાની હતી.

ટ્રમ્પે આગળ કહ્યુ, આપણે દુનિયામાં એક મોટી અર્થવ્યવસ્થા હતા, અમે ત્રણ વર્ષોમાં ઘણું નિર્માણ કર્યુ છે. ટ્રમ્પે ત્યારબાદ ઈશારો કર્યો કે અમેરિકા પહેલાથી ઘણુ વધુ મજબૂત હશે અને વહેલી તકે અર્થવ્યવસ્થાને ખોલવામાં આવશે. ટ્રમ્પની માનીએ તો એક દિવસ અચાનક બજાર બંધ કરવા પડ્યા અને જે અર્થવ્યવસ્થા પહેલેથી ઘણી વધુ સારી થઈ શકતી હતી તે હવે સંપૂર્ણપણે કથળવા તરફ આગળ વધી ગઈ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ દુનિયાભરમાં નવા પૉઝિટીવ કેસમાં ઘટાડો આવવો શરૂ થઈ ગયો છે.