ટ્રમ્પની માનસિક હાલત પર ચર્ચા માટે વિપક્ષ બોલાવશે એક્સપર્ટ…

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક હાલતને બીમાર સાબિત કરવા માટે ત્યાંના મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી કાર્યક્રમ કરવાની યોજના બનાવી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ કાર્યક્રમ કેપિટલ હિલમાં કરવામાં આવી શકે છે. કાર્યક્રમ દરમિયાન અમેરિકી સાંસદ અને મીડિયા પણ ત્યાં ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખરાબ માનસિક સ્વાસ્થ્ય પર યેલ યૂનિવર્સિટીના મનોચિકિત્સક ડો. બેંડી લી પોતાની વાત મૂકશે. આપને જણાવી દઈએ કે ડો. લી બેસ્ટ સેલિંગ બુક “ધ ડેન્જરસ કેસ ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ” સાઈકાઈટ્રિસ્ટ એન્ડ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ એસેસ એ પ્રેસિડેન્ટની લેખિકા પણ છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે તમામ સાંસદોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે અને રિપોર્ટ અનુસાર ટ્રમ્પ વિરુદ્ધ સદનમાં મહાભિયોગ લાવનારા સાંસદ જોન યારમુખ અને જેમી રુસ્કિન પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

ડો. લીએ સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે બીમાર ગણાવ્યાં હતાં. લીએ આ કાર્યક્રમને લઈને કહ્યું છે કે મનોચિકિત્સક તરીકે એ મારી નૈતિક જવાબદારી બને છે કે રાષ્ટ્રપતિની ખરાબ માનસિક હાલતથી ઉદભવનારા ખતરાને લઈને સાર્વજનિક રીતે રીતે લોકોને જણાવવામાં આવે.

ડો. લીએ ટ્રમ્પના માનસિક સ્વાસ્થ્યને લઈને કહ્યું છે કે ભલે કોઈપણ ડોક્ટરે તેમનો ઈલાજ ન કર્યો હોય પરંતુ હું આ પ્રકારના લોકોનું વર્તન અને આદતોને સારી રીતે સમજું છું. લી દ્વારા લખાયેલા પુસ્તકમાં ટ્રમ્પના વ્યક્તિત્વનું જ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને આ પુસ્તકને લખવામાં તેમણે 27 જેટલા મનોચિકિત્સકોની મદદ પણ લીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]