ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને પત્ની વનેસાએ છૂટાછેડા માટે અરજી નોંધાવી

વોશિંગ્ટન – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું લગ્નજીવન અંત આવવાને આરે છે. જુનિયર ટ્રમ્પ અને એમના પત્ની વનેસા ટ્રમ્પે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી નોંધાવી છે. બંનેએ આ વિશેના અહેવાલોને સમર્થન આપ્યું છે.

જુનિયર ટ્રમ્પ અને વનેસા, બંનેના નામે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, અમે અલગ થવાનો નિર્ણય લીધો છે.

બંનેએ વધુમાં જણાવ્યું છે કે, અમારા સહિયારા પાંચ સુંદર બાળકો છે. તેઓ અમારા જીવનની પ્રાથમિકતા રહેશે. અમારા આ સમય દરમિયાન અમને ખાનગી રહેવા દેવાની અમે વિનંતી કરીએ છીએ.

જુનિયર ટ્રમ્પ અને વનેસાએ 2005માં લગ્ન કર્યા હતા. બંને હાલ 40 વર્ષની વયના છે. એમને પાંચ બાળકો છે. વનેસા ટ્રમ્પ ભૂતપૂર્વ મોડેલ છે.

ગયા મહિને વનેસાએ એમના પતિના નામે આવેલો એક પત્ર ખોલ્યો હતો અને એમાંથી કોઈક સફેદ પાવડર નીકળ્યો હતો. એને કારણે વનેસાને થોડાક સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે બાદમાં તપાસ કરાતાં એ પાવડર ખતરનાક ન હોવાનું માલૂમ પડ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]