શટડાઉન પર ‘ટ્રમ્પ’ કાર્ડ, કહ્યું ન્યૂક્લિયર વિકલ્પનો ઉપયોગ કરે રિપબ્લિકન

વોશિંગ્ટન- અમેરિકાના આર્થિક સંકટે ત્યાંની અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસર કરી છે. અમેરિકન સેનેટ દ્વારા ખર્ચ અંગેના વિધેયકને રદ કરાયા બાદ વિતેલા પાંચ વર્ષમાં પ્રથમવાર અમેરિકન સરકારનું કામકાજ ઠપ થયું છે. ત્યારબાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સેનેટના નિયમોમાં બદલાવની ફોર્મૂલાનું સુચન કર્યું છે.DONALD TRUMP STORYડોનાલ્ડ ટ્રમ્પે તેની પાર્ટી  રિપબ્લિકનને સુચન કર્યું છે કે, તે ‘પરમાણુ વિકલ્પ’નો ઉપયોગ કરે. જેમાં 100 સદસ્યો ધરાવતી સેનેટમાં 60 ને બદલે સાધારણ બહુમત મેળવવાની જરુર પડે છે. જેથી આ વિકલ્પનો પયોગ કરાયા બાદ પડતર બિલ સરળતાથી પસાર કરી શકાશે અને શટડાઉન જેવી સ્થિતિમાંથી દેશને બહાર લાવવામાં મદદ મળશે.

આપને જણાવી દઈએ કે, ફન્ડિંગ બિલને પાસ કરાવવા માટે 60 મતની જરુર હતી, જ્યારે સેનેટના 48 સદસ્યોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું. ફક્ત પાંચ ડેમોક્રેટ્સે બિલના પક્ષમાં મતદાન કર્યું હતું, ત્યારબાદ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ‘પરમાણુ વિકલ્પ’ના ઉપયોગનું સુચન કર્યું છે.

શું છે પરમાણુ વિકલ્પ?

અમેરિકન કોંગ્રેસમાં પરમાણુ અથવા સંવૈધાનિક વિકલ્પનો ઉપયોગ બહુ ઓછો કરવામાં આવ્યો છે. આ એક પ્રકારની સંસદીય પ્રક્રિયા છે. જે અમેરિકન સેનેટમાં કોઈ નિયમ અથવા કાયદાને ઓછા મતે પણ નિરસ્ત કરવાની પરવાનગી આપે છે. જોકે સેનેટના નેતા મિચ મૈકકોનેલના જણાવ્યુ મુજબ રિપબ્લિકન દ્વારા આ વિકલ્પનો ઉપયોગ કરવાની શક્યતા નહીંવત છે.