પદનો દુરુપયોગ કર્યો હોવાનો ટ્રમ્પ પર આરોપ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ડેમોક્રેટ્સના નિયંત્રણવાળી પ્રતિનિધિ સભાની એક મહત્વની કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની સુનાવણી પર આધારિત પોતાના એક રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે.

સદનની ત્રણ સમિતિઓના અધ્યક્ષોએ રિપોર્ટ જાહેર કર્યા બાદ કહ્યું કે, પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના રાજનૈતિક હરીફ પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન વિરુદ્ધ તપાસ કરાવવા માટે યુક્રેન પર દબાણ બનાવવા માટે પોતાના પદની શક્તિઓનો ખોટો ઉપયોગ કર્યો. ખોટી થિયરી આપી કે કે 2016 ની ચૂંટણીમાં યુક્રેને હસ્તક્ષેપ કર્યો હતો ન કે રશિયાએ.

જો કે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને નકારી કાઢ્યો અને ડેમોક્રેટ્સની ટીકા કરી હતી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રિશમે કહ્યું હતું કે, એકતરફી અને દેખાવટી પ્રક્રિયામાં ગુપ્તચર સમિતિના અધ્યક્ષ એડમ શિફ અને ડેમોક્રેટસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કંઈક ખોટુ કર્યાના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે.