ચીનમાં કેનેડાના નાગરિકોની ધરપકડને વ્હાઈટ હાઉસે ગેરકાયદે ગણાવી

ટોરેન્ટોઃ વ્હાઈટ હાઉસે ચીનમાં કેનેડાના બે નાગરિકોની જે ધરપકડ કરવામાં આવી તેને ગેરકાયદે ગણાવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને નાગરિકોને છોડવાની માગણી ચાલુ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. ચીને ગત મહિને કેનેડામાં હુઆવેઇ કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી મેંગ વાંગ્ઝુની ધરપકડની બદલે કેનેડાના બે નાગરિકોની ધરપકડ કરી છે.

ધરપકડમાં લીધેલા નાગરિકોમાં કેનેડાના પૂર્વ રાજકિય માઈકલ કોવરિંગ અને ઉદ્યમી માઈકલ સ્પારોવનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને ટ્રૂડોએ ટ્રપ સાથે ફોન પર વાત કરી હતી. વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારાહ સૈન્ડર્સે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંન્ને નેતાઓએ ચીનમાં કેનેડાના બે નાગરિકોની ગેરકાયદેસર ધરપકડ અને દ્રિપક્ષીય વ્યાપારિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

વ્હાઈટ હાઉસે આ પહેલા આ મુદ્દા પર સાર્વજનિક રુપથી કશું જ કહ્યુ નહોતું. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તેમને છોડવાની અપિલ કરી હતી. ટ્રૂડોના કાર્યાલયે જણાવ્યું કે વડાપ્રધાને ચીનમાં બે નાગરિકોની મનમાની ધરપકડને લઈને અમેરિકાના સમર્થન માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]