જળવાયુ સંકટઃ વધી જશે સમુદ્રનું જળસ્તર, દુનિયા સામે સર્જાશે પૂરનું જોખમ…

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પર અંતરસરકારી સમિતિ (આઈપીસીસી) દ્વારા તૈયાર કરવામાં આવેલા લેન્ડમાર્ક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતા વૈશ્વિક તાપમાનના કારણે ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યા છે. આનાથી વર્ષ 2100 સુધી સમુદ્ર તળ એક મીટર સુધી વધી શકે છે અને દુનિયા સામે પૂરનું જોખમ મંડરાઈ શકે છે. સમુદ્રના સ્તર અને ચક્રવાત જેવી ઘટનાઓમાં વૃદ્ધીના કારણે અંડમાન અને નિકોબાર જેવા દ્વિપ ડુબી જશે. થોડા વર્ષો બાદ અંડમાન અને નિકોબાર, માલદીવ જેવા દ્વીપોને ખાલી કરવા પડશે. ભારતમાં ચક્રવાત જેવી જળવાયુ ઘટનાઓની ગંભીરતા વધી જશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વૈશ્વિક જળવાયુ પરિવર્તનનો મુદ્દો મહત્વનો રહ્યો છે. લેન્ડમાર્ક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હિમાલય અને એન્ટાર્કટિકામાં બરફ તેજીથી પીગળી રહ્યો છે. આનાથી પાણીમાં રહેનારી માછલીઓ અને જીવો મરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે જો આ જ તેજીથી ગ્લેશિયર પિગળતા રહ્યા તો ન્યૂયોર્ક અને શાંઘાઈ જેવા શહેરોમાં પણ પૂરનું જોખમ વધી શકે છે. ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનના કારણે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને ગ્લેશિયર તેજીથી પિગળી રહ્યા છે.

આઈપીસીના વાઈસ ચેરમેન બૈરેટ અનુસાર 36 જેટલા દેશોના 100 થી વધારે વૈજ્ઞાનિકોએ મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં 2030 સુધી ગ્લોબલ વોર્મિંગને 1.5 ટકાથી નીચે રાખવાની ભલામણ કરવામાં આવી છે. આ પહેલીવાર છે કે જ્યારે આઈપીસીસીએ આટલા મોટા પાયે પૃથ્વીમાં સૌથી દૂર ધ્રુવીય ક્ષેત્રોના પહાડો અને ઉંડા સાગરો મામલે ગહન શોધ કરીને મોટો રિપોર્ટ સોંપ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે પહેલા પણ મનુષ્યને ખૂબ નુકસાન ભોગવવું પડ્યું છે. ભવિષ્યમાં અન્ય પણ ઘણા નુકસાન ઉઠાવવા પડી શકે છે. જો મનુષ્ય જીવાશ્મ ઈંધણ પર વૈશ્વિક અર્થવ્યવસ્થાની નિર્ભરતાને સમાપ્ત કરવા માટે તેજીથી પગલા ભરે તો સકારાત્મક પરિણામો સામે આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફના થર સમુદ્ર સ્તરને 20 મીટર સુધી વધારી શકે છે. આ થર 2006 થી 2015 વચ્ચે 275 ગીગાટન પીગળી ચૂક્યા છે. વર્ષ 2007 થી 2016 વચ્ચે એન્ટાર્કટિકામાં બરફ તેજીથી પિગળ્યો છે. વિશેષજ્ઞોએ કહ્યું છે કે જે ગતિથી એન્ટાર્કટિકામાં બરફની પરત પીગળી રહી છે, તેનાથી વર્ષ 2100 માં સમુદ્રની સપાટી ત્રણ ફૂટ સુધી વધી જશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે જો આ પ્રકારે જ બરફ પિગળતો રહ્યો તો 2050 સુધીમાં દુનિયાભરમાં સમુદ્ર તટીય ક્ષેત્રોમાં રહેનારા 680 મિલિયન (68 કરોડ) લોકોને પૂરનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના કારણે તટીય દેશોના હવામાનમાં બદલાવ આવશે અને તેમને વરસાદ જેવી વિપત્તિઓ સામે ઝઝુમવું પડી શકે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો વૈશ્વિક તાપમાન વર્તમાન ગતિથી વધતું રહ્યું તો યૂરોપ, પૂર્વી આફ્રીકાના ગ્લેશિયર, એંડીજ અને ઈન્ડોનેશિયાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર સદીના અંત સુધી પોતાના દ્રવ્યમાનના 80 ટકા ખોઈ શકે છે. આ પ્રકારના બદલાવોથી પાણીની ગુણવત્તા, કૃષિ, પર્યટન અને ઉર્જા ઉદ્યોગ પ્રભાવિત થશે.