ફ્રાંસમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ, ઉગ્ર બની રહ્યું છે વિરોધ પ્રદર્શન

પેરિસઃ પેટ્રોલ અને ડીઝલની કીંમતો વધવાના કારણે ફ્રાંસમાં ફેલાયેલી અશાંતિ ગંભીર સ્વરુપ લેતી જઈ રહી છે. આ સ્થિતીએ 50 વર્ષ જૂની યાદો તાજી કરાવી છે. આ પહેલા અહીંયા 1975માં અહીંયા આવી હિંસા ફેલાઈ હતી. ત્યાર બાદ ફ્રાંસ અત્યાર સુધીની સૌથી ખતરનાક ગૃહ અશાંતિ સામે ઝઝુમી રહ્યું છે. સ્થિતી એટલી ખરાબ થઈ ચૂકી છે કે કેટલાક યુવાનોએ પેરિસમાં વાહનો અને બિલ્ડિંગોને આગ ચાંપી દીધી હતી. ત્યારે આ સ્થિતીમાં સરકાર ઈમરજન્સી લાગુ કરવા પર વિચાર કરી રહી છે. ફ્રાંસ સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે અમારે કેટલીક એવી કાર્યવાહી કરવી પડશે કે જેનાથી આ પ્રકારની સ્થિતી ફરી ન સર્જાય.

આ પ્રદર્શનને યલો વેસ્ટ નામ આપવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ઈમરજન્સીની સ્થિતિમાં પહેરાતા પીળા રંગના કોટ પહેરીને પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન તે સમયે ઉગ્ર થઈ ગયું જ્યારે કેટલાક લોકો બિલ્ડિંગો અને વાહનોને આગ લગાવવાનું શરુ કરી દિધું. ફ્રાંસની પોલીસ દ્વારા શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં કેટલાક પ્રદર્શનકારિઓ પોલિસના વાહનોને નિશાન બનાવતા અને તે વાહનોના કાચ તોડતા દેખાયા હતા.

તો આ સીવાય સામે આવેલા અન્ય એક વીડિયોમાં સળગતી ગાડીઓ અને પ્રદર્શનકારીઓને વિખેરવા માટે  ગેસના સેલ છોડાતા હોય તેવું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. પેરિસમાં અત્યારસુધીમાં પ્રદર્શન કરી રહેલા 412 લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આ સીવાય આશરે 133 લોકો ઘાયલ થઈ ગયા છે. પોલીસ પ્રવક્તાએ ત્યાંની એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં માહિતી આપી છે કે પેટ્રોલની વધેલી કીંમતો અને હાઈડ્રોકાર્બન ટેક્સ વધારવાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકોએ રોડ પર આવી જઈને પ્રદર્શન કર્યું છે અને આ સમગ્ર ઘટનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તો ઈમરજન્સી લાગુ કરવાને લઈને સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે સરકાર પાસે ઈમરજન્સી લાગુ કરવાનો પણ એક વિકલ્પ છે.

ફ્રાંસ સરકારે ડીઝલની કીંમતોમાં વધારો કર્યો, ફ્રાંસમાં ડીઝલની ગાડીઓનો ઉપયોગ સામાન્ય છે. છેલ્લા 12 મહિનામાં જોવા જઈએ તો અહીંયા 1.21 ડોલર પ્રતિ લીટર સુધી ડીઝલની કીંમતોમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2000 બાદથી અત્યારસુધીની આ સર્વોચ્ચ કીંમત છે. રાષ્ટ્રપતિ મેક્રોએ સ્વચ્છ ઈંધણને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ વર્ષે પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાં વધારો કર્યો છે. આને લઈને પ્રતિ લીટર ડીઝલમાં 7.6 સેન્ટ્સ અને પ્રતિ લીટર પેટ્રોલમાં 3.9 સેન્ટ્સનો વધારો થયો છે. 1 જાન્યુઆરી 2019થી ડીઝલમાં 6.5 સેન્ટ્સ પ્રતિ લીટર અને પેટ્રોલમાં 2.9 સેન્ટ્સ પ્રતિ લીટરનો વધારે વધારો થશે. આ વધતી કીંમતોને લઈને ફ્રાંસનો સામાન્ય નાગરિક પરેશાન છે અને વિપક્ષ આને મુદ્દો બનાવી રહ્યું છે કે મેક્રો અમીરો અને મોટા ઉદ્યમીઓ માટે કામ કરી રહ્યા છે.

ગત મહિનાથી શરુ થયેલું આ વિરોધ પ્રદર્શન શરુઆતમાં શાંતિપૂર્ણ રીતે શરુ થયું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં અચાનક આ વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું અને પીળા કોટ પહેરીને લોકો રોડ પર હિંસક પ્રદર્શન કરવા લાગ્યા. પ્રદર્શનકારીઓ પોલીસ પર હુમલો કર્યો, ગાડીઓને આગ લગાવી દીધી, બેંકો અને ઘરોને પણ આગ લગાવી દીધી. પોલીસે અત્યાર સુધીમાં 400થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ સાથે જ આ હિંસક પ્રદર્શનમાં અત્યારસુધીમાં 133 લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક પત્રકારોનો પણ સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]