ચીનના માટે જાસૂસી કરતો હતો CIAનો પૂર્વ અધિકારી, 20 વર્ષની જેલ…

વોશિંગ્ટનઃ અમેરિકાએ ચીન માટે જાસૂસી કરવાના ગુનામાં સીઆઈએના એક પૂર્વ અધિકારીને 20 વર્ષની સજા સંભળાવી છે. પૂર્વ અધિકારી કેવિન મૈલોરીને અમેરિકી રક્ષા મંત્રાલય સંબંધિત ગુપ્ત સૂચનાને ચીનના ગુપ્ત એજન્ટને 25000 ડોલરમાં વેચવાનો દોષિત ઠેરવ્યો છે. તેને જાસૂસી અધિનિયમ અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યો છે.

સહાયક એટોર્ની જનરલ જોન ડેમર્સે જણાવ્યું કે અમેરિકી ગુપ્ત એજન્સીના પૂર્વ અધિકારી મૈલોરીને ચીની ગુપ્ત અધિકારીને રાષ્ટ્રીય સૂચના આપવાની સાજિશ રચવા માટે પોતાની જિંદગીના 20 વર્ષ જેલમાં વિતાવવા પડશે. તેમણે કહ્યું કે ચીન અમેરિકાના પૂર્વ ગુપ્તચર અધિકારીઓને નિશાન બનાવે છે અને તેઓ પોતાના દેશ અને સહયોગીઓ સાથે દગો કરી રહ્યા છે. આ એક ખતરનાક ટ્રેન્ડ છે. ડેમર્સે કહ્યું કે આ મામલે સજા થવાથી અને તાજેતરમાં જ યૂટામાં રોન હનસેન અને વર્જીનિયામાં જેરી લીના અપરાધ સ્વીકાર કરવાથી અમારા પૂર્વ ગુપ્તચર અધિકારીઓને એક કડક સંદેશ ગયો છે.વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રશાસનમાં મચેલી હલચલ આગળ પણ ચાલુ રહે તેવા સંકેત આપ્યા છે. ગત મહીને સમાચારો આવ્યા હતા કે ગુપ્ત સેવાના પ્રમુખ પોતાના પદ પરથી રાજીનામુ આપી રહ્યા છે. ગુપ્ત સેવા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાના પ્રવાસ પર આવનારા મોટા નેતાઓને સુરક્ષા પ્રાપ્ત કરાવે છે.

ટ્રમ્પની પ્રવક્તા સારા સૈંડર્સે એક નિવેદનમાં કહ્યું હતું કે અમેરિકી ગુપ્તચર સેવાના ડાયરેક્ટર રૈનડોલ્ફ ટેક્સ એલેસ જલ્દી જવાના છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે જેમ્સ એમ મુર્રેને યૂએસએસએસના કરિયર સભ્ય તરીકે પસંદ કર્યા છે કે જેઓ  પોતાનો કાર્યભાર સંભાળી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]