ચીનની કાર કંપની ભારતમાં લોન્ચ કરશે દેશની પ્રથમ ઈન્ટરનેટ એસયૂવી

નવી દિલ્હીઃ અમેરિકાની મોટી ઓટોમોબાઈલ કંપની જનરલ મોટર્સે બે વર્ષ પહેલા ભારત છોડી દીધું હતું. જો કે હવે તેની પાર્ટનર ચીનની કંપની SAIC મોટર કોર્પોરેશન લિમિટેડ પોતાની પહેલી કાર ભારતમાં ઉતારવા જઈ રહી છે. MG મોટર્સ SAIC ની સબ્સિડરી કંપની છે, જે 15 મેના રોજ ભારતમાં Hector એસયૂવી લોન્ચ કરશે. આની કીંમત 17 લાખથી 20 લાખ રુપિયા હોઈ શકે છે.

કંપની આ એસયૂવીને iSMART ટેક્નોલોજી સાથે લોન્ચ કરશે. જેમાં કનેક્ટિવિટી સોલ્યૂશનસ, મેપ અને નેવિગેશન સર્વિસ, વાઈસ આસિસ્ટન્ટ, પ્રી લોડેડ ઈન્ફોટેનમેન્ટ કન્ટેન્ટ, ઈમરજન્સી એન્ડ ઈફોર્મેસન સર્વિસ જેવા ફંક્શન મળશે. MG મોટર્સનું કહેવું છે કે Hector ભારતની પ્રથમ ઈન્ટરનેટ કાર હશે. એમજી મોટર ઈન્ડિયાના પ્રેસીડેન્ટ એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ ચાબા અનુસાર આગળ જઈને આ એસયૂવીને 5G કનેક્ટિવિટી આપવામાં આવશે.

ભારતમાં સ્માર્ટ એસયૂવીની એન્ટ્રી થઈ ચૂકી છે. હેક્ટરના લોન્ચિંગ પહેલા હ્યુન્ડાએ પોતાની સ્માર્ટ એસયૂવી Venue ને રજૂ કરી ચૂકી છે, જે બ્લૂલિંક ટેક્નોલોજીથી લેસ છે. આમાં 33 બ્રાંડ ન્યૂ કનેક્ટિવિટી ફિચર્સ મળશે. આ પૈકી 10 ખાસ રીતે ભારત માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. બ્લૂ લિંક કનેક્ટિવિટી એક ખાસ પ્રકારની મોબાઈલ એપ આધારિત ટેક્નોલોજી છે. આ અંતર્ગત કાર સેફ્ટી તરીકે કોઈપણ આપાત સ્થિતીમાં કાર એમ્બ્યુલન્સ, અને પોલીસને પોતે જ જાણકારી આપી દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]