નવા એરક્રાફ્ટ કેરિયર્સ દ્વારા સમુદ્રી દાવેદારી માટે ચીનની દોડ

0
579

હોંગકોંગઃ સૈન્યશક્તિ અને નૌસેનાની પ્રતિષ્ઠા માટે એરક્રાફ્ટ કેરિયર(લડાયક વિમાન લઈ જઈ શકે એવા જહાજ) સૌથી મહત્વના ગણાય છે. ફ્રાન્સ, અમેરિકા, ઈંગ્લેન્ડ, ભારતને રશિયા સહિતના દેશો પાસે આવા જહાજો છે. ચીને પણ આ દિશામાં સશક્ત થવાનો પોતાનો મનસૂબો જાહેર કર્યો છે. ચીન અત્યારે પીપલ્સ લિબરેશન આર્મી-નેવી  (પી.એલ.એ.એલ.)માં એરક્રાફ્ટ કેરિયર્સ સમાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે સક્રિય છે.

અગાઉ પણ ચીન સમુદ્રી સરહદોના અધિકારો તથા મહત્વ પર વધારે ધ્યાન આપવાની વાતો કરી ચૂક્યું છે. અતિઉત્સાહ છતાં આ પ્રોજેક્ટનો ખર્ચો વિશાળકાય હોવાથી અનેક પડકારોનો સામનો કરીને પણ ચીન એરક્રાફ્ટ કેરિયરના પ્રોજેક્ટ માટે દોડી રહ્યું છે. ગયા સપ્તાહે ચાંચિયા સામેની કવાયત માટે નીકળેલા ચીની જહાજો ઓસ્ટ્રેલિયાના સિડની બંદર પાસે કેમેરામાં કેદ થયાં હતાં. તાજેતરની પેસિફિક એક્સરસાઈઝમાં પણ ચીની નેવલ અધિકારીઓ અમેરિકા જેવા દેશોની નેવીને ટેક્નોલોજી મેળવવા માટે તમામ પ્રકારનાં સરસાધનો ખરીદતાં જોવા મળ્યાં હતાં.

આ તમામ બાબતો એ તરફ ઈશારો કરે છે કે, ચીની નાગરિકોની ચિંતા છોડી અત્યારે ચીન એના નૌસેન્યને મજબૂત કરવાની કવાયતમાં પડ્યું છે. અત્યારે ચીન પાસે ટાઈપ-001 એ એક એરક્રાફ્ટ કેરિયર છે જે કેટલીક ટ્રેનિંગ એક્સરસાઈઝમાં રજૂ થયું છે, પણ તંગ સ્થિતિના યુદ્ધ માટે નથી. હવે ચીન એક ઊંચી કક્ષાનું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર બનાવવામાં લાગ્યું છે.

જોકે રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે હજી આ કેરિયર અમેરિકાના કેરિયર્સ કરતાં ઓછી ક્ષમતાઓ ધરાવતું હશે. આ કેરિયરને ટાઈપ-001એ અથવા ટાઈપ-002 કહેવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે 2019ના અંત સુધીમાં ચીન પણ એકથી વધારે કેરિયર ધરાવતો દેશ બની જશે. ઉપરાંત અત્યારે જ ચીન તો ત્રીજું કેરિયર બનાવવા પાછળ પણ સક્રિય છે જેનું કામ 2018થી આરંભાઈ ગયું છે અને 2022 સુધી સક્રિય થઈ જશે. આ કેરિયર્સ ટાઈપ-002, ટાઈપ-003 જેવા નામે ઓળખાવાની સંભાવના છે.