સેનાને વધુ મજબૂત કરી રહ્યું છે ચીન, હવે માનવરહિત ટેન્કનું કર્યું પરીક્ષણ

બિજીંગ- શી જિનપિંગના બીજીવાર પ્રેસડેન્ટ બન્યા બાદ ચીન તેના સેનાને વધુ મજબૂત કરવાના કામમાં લાગી ગયું છે. આપને જણાવી દઈએ કે, જિનપિંગે તેના ભાષણમાં કહ્યું હતું કે, ચીન તેની સમ્પ્રભુતાની રક્ષા કરશે અને એક ઈંચ પણ જમીન જતી નહીં કરે. ચીનના સરકારી અખબારના જણાવ્યા મુજબ ચીન એવી માનવરહિત ટેન્ક્સનું પરીક્ષણ કરી રહ્યું છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સાધનોથી સજ્જ હશે.આ ટેન્ક્સને ટાઈપ 59 પ્રકારના ટેન્ક્સ તરીકે આળખવામાં આવે છે. જે જૂના સોવિયત મોડલ પર આધારિત છે. આ પ્રકારની ટેન્ક્સનો સૌ પ્રથમ ઉપયોગ ચીનમાં વર્ષ 1950ના દશકમાં કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ સુધી આ પ્રકારના અનેક ટેન્ક્સ બનાવવામાં આવ્યા છે. જે ઘણા લાંબા સમયથી સેવા આપી રહ્યાં છે.

ટેન્ક એન્ડ આર્મ્સ વ્હીકલના ચીફ એડિટર લિયુ કિંગશાને ચીનના અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે, ટાઈપ 59 ટેન્ક્સ દ્વારા લાંબા સમય સુધી સેવા આપવાને કારણે જ તેને માનવરહિત ટેન્ક્સમાં બદલવામાં આવી છે. અને તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સાધનોથી સજ્જ કરવામાં આવી છે.

ચીનના અખબારની રિપોર્ટમાં જણાવ્યા મુજબ માનવરહિત ટેન્ક્સ અન્ય માનવરહિત ઉપકરણો સાથે કામ કરી શકશે. સેટેલાઈટ, એરક્રાફ્ટ અને સબમરીન દ્વારા આપવામાં વતી સુચનાઓ એકત્રિત કરી શકશે. આપને જણાવી દઈએ કે, શી જિનપિંગે પ્રેસિડેન્ટ તરીકે તેના પ્રથમ કાર્યકાળમાં જ સેનાના આધુનિકીકરણની શરુઆત કરી દીધી હતી. જે અંતર્ગત ચીને ફાઈટર જેટ અને એરક્રાફ્ટ કરિઅર્સનું પણ નિર્માણ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]